________________
કેવળી પ્રભુનો સાથ
અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભના સ્પર્ધકોના ટુકડા કરી – ખંડ ખંડ કરી નિર્જરા કરવા માટે તેને અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને લોભમાં સંક્રમાવે છે. સાથે સાથે મિથ્યાત્વના સ્પર્ધકોનો અનુભાગ ઘટાડી તેને મિશ્ર મોહનીય તથા સમ્યકત્વ મોહનીયમાં પરિણમાવે છે. મિથ્યાત્વ મોહનીય એ એટલું બળવાન કર્મ છે કે જીવ તેની સીધી નિર્જરા કરી શકતો નથી, તેથી મિથ્યાત્વના અમુક સ્પર્ધકોના તે ખંડ (ટુકડા) કરે છે, અને તેનો રસ તોડી નાખે છે. રસ તૂટતાં તે મિશ્ર મોહનીયરૂપે પરિણમે છે. તે મિશ્ર મોહનીયનો કેટલોક ભાગ સત્તામાં જાય છે, કેટલોક ભાગ ઉદયમાં આવ્યા વિના જ નિર્જરી જાય છે, અને કેટલોક ભાગ સમ્યકત્વ મોહનીયા રૂપે પરિણમે છે. દર્શનમોહની આ ત્રણ પ્રકૃતિમાં જે મિથ્યાત્વનો અનુભાગ (રસ) છે, તેના અનંતમા ભાગે મિશ્રમોહનીયનો અનુભાગ છે; અને તેના અનંતમા ભાગે સમ્યકત્વ મોહનીયનો અનુભાગ છે. સમ્યકત્વ મોહનીયની પ્રકૃતિ દેશઘાતી છે, તેનો ઉદય હોય તો પણ સમ્યક્ત્વનો ઘાત થતો નથી, કિંચિત મલિનતા થાય છે. આ સમ્યક્ત્વ મોહનીયના દળિયાં એટલાં પાતળાં હોય છે કે તે ઝડપથી નિર્જરી જાય છે. અનંતાનુબંધી ચોકડીનું વિસંયોજન અને મિથ્યાત્વનું સંક્રમણ કરવાની પ્રક્રિયા એક મુહૂર્ત સુધી જીવ ચલાવે છે ત્યારે તેના અંતે આ કર્મોનાં દળિયાં જીવ એટલાં તોડી નાખે છે કે આ સાતે પ્રકૃતિની સ્થિતિ પચાસ લાખ કરોડ સાગરોપમ કરતાં ન્યૂન થઈ જાય છે. (એક ક્રોડાક્રોડી સાગરોપમના ૫૦ % થી ઓછી) અને તેનાથી એવી સ્થિતિ નિર્માણ થાય છે કે આ કર્મનાં બળવાનપણા કરતાં જીવનું બળવાનપણું વિશેષ જ રહે છે, જેથી સમ્યક્ત્વ મોહનીય સિવાયની મિથ્યાત્વની બીજી બે પ્રકૃતિઓ ઉદયમાં આવી શકતી નથી. અંતરકરણના ઉપશમકરણનો કાળ પૂરો થયા પછી પણ અનંતાનુબંધી ચોકડી કે દર્શનમોહની સમ્યકત્વ મોહનીય પ્રકૃતિ સિવાયની પ્રકૃતિને જીવ ઉદયમાં આવવા દેતો નથી. માત્ર સમ્યકત્વ મોહનીય જે દેશઘાતી છે તે જ ઉદયમાં આવી શકે છે.
અહીં મિથ્યાત્વ વા સમ્યક્ મિથ્યાત્વના વર્તમાનમાં ઉદય આવવા યોગ્ય નિષેકોનો ઉદય થયા વિના જ નિર્જરા થાય એ ક્ષય છે, તથા તેના જ ભાવિકાળમાં ઉદય આવવા
૧૧૪