________________
સમ્યકત્વ પરાક્રમ
યોગ્ય નિષકોની સત્તા હોય તે ઉપશમ છે. તે સાથે સમ્યક્ત્વ મોહનીયનો ઉદય વર્તે છે, તેવી સ્થિતિ હોય તે ક્ષયોપશમ છે. આવું સમલ તત્ત્વાર્થ શ્રદ્ધાન તે ક્ષયોપશમ સમ્યક્ત્વ છે. આવું ક્ષયોપશમ સમ્યક્ત્વ ચોથાથી અગ્યારમા ગુણસ્થાન સુધી હોઈ શકે છે. તેમા મોટાભાગના અનંતાનુબંધી તથા મિથ્યાત્વનો ક્ષય અને નાનાભાગનો ઉપશમ હોય છે. (જ્યાં સુધી કર્મ સત્તામાં છે પણ ઉદયમાં આવતું નથી ત્યાં સુધી તે ઉપશમ છે.) દર્શનમોહની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર ક્રોડાક્રોડી સાગરોપમ અને ચારિત્રમોહની ઉત્કૃષ્ટ સ્થિતિ ચાલીસ ક્રોડાકોડી સાગરોપમની સરખામણીમાં પચાસ લાખ કરોડ સાગરોપમની સ્થિતિ ઘણી નાની કહી શકાય, તેથી નક્કી કરી શકીએ કે ક્ષયોપશમ સમકિતમાં મોટા ભાગનાં કર્મોનો ક્ષય અને નાનાભાગનાં કર્મોનો ઉપશમ થાય છે.
આ સમકિત પ્રાપ્ત થયા પછી જીવ સહેલાઈથી મિથ્યાત્વમાં સરી પડતો નથી, અને ચોથા ગુણસ્થાનથી નીચે ઉતરતો નથી. માત્ર જે સમ્યકત્વને દુષિત કરી શકે પણ હણી શકે નહિ એવા નિર્બળ પ્રકારનું સમ્યક્ત્વ મોહનીય ઉદયમાં રહે છે. આ ગુણસ્થાને જીવ સત્તાગત અનંતાનુબંધી ચોકડી અને મિથ્યાત્વનો ક્ષય કરવા પુરુષાર્થી રહે છે. આવું ક્ષયોપશમ સમ્યકત્વ એ સમ્યકત્વ પરાક્રમનું ચોથું સોપાન છે.
ક્ષયોપશમ સમકિત પામ્યા પછી જો તેને વમવામાં ન આવે, છોડી દેવામાં ન આવે તો વધુમાં વધુ પંદર ભવે તે જીવ મોક્ષ પામે છે. ઉપશમ સમકિત મેળવ્યા પછી પણ મોક્ષ માટેની કાળ મર્યાદા એ જ છે. એટલે કે ઉપશમ સમકિતને ક્ષયોપશમાં સમકિતમાં ત્વરાથી પલટાવી શકાય છે. સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી જીવને અનંત સંસાર નથી, સોળ ભવ નથી, માઠી ગતિ નથી. તેને ઉત્તરોત્તર આત્મસુખની વૃદ્ધિ થતી જાય છે, સાથે સાથે ટૂંકાગાળે મોક્ષપદની પ્રાપ્તિનું અભયવચન તેને મળે છે. આ અપૂર્વ આરાધન કરવા માટે શ્રી સત્પરુષ જીવને અભિનંદે છે, અને સાથે સાથે ચેતવણી પણ આપે છે કે જો તેણે જાગેલી સુમતિને પાછી સુષુપ્ત થવા દીધી, તો તેનાથી ઘણાં નવાં કર્મો બાંધી મિથ્યાત્વને પોષણ અપાઈ જશે, ઉપરાંત તે મિથ્યાત્વને ઉદયમાં આવી શકે એવું સબળ થવા દેશે તો તેનું મહામૂલું સમતિ ઝુંટવાઈ જશે, વભાઈ જશે, અને ઘણા લાંબા ગાળાનું સંસાર પરિભ્રમણ તેનું વધી જશે. પરંતુ જો તે પદ્મની
૧૧૫