________________
કેવળી પ્રભુનો સાથ
એ દ્વારા તેને આત્માનાં અસ્તિત્વ અને નિત્યત્વ એ બે પદનું યથાર્થપણું જણાય છે. આ બે પદનું શ્રદ્ધાન અને સત્પરુષનું શરણ તેના વીર્યને ખીલવે છે. જીવમાં એવો ભાવ ચાલે છે કે મારે સંસારને ક્ષીણ કરવો છે. મારે સંસારથી ન્યારા થવું છે, આ ભાવ તેના અંતરંગમાં વ્યક્તપણું ધારણ કરતો જાય છે. આ સમયે સદ્ગુરુ તેને પ્રેમનાં તથા પ્રેરણાનાં પિયુષ પાઈને સમજાવે છે કે, “આ સંસારમાં જે દુ:ખ જીવ વેદે છે, તે એનાં પૂર્વકર્મનું ફળ છે. જીવે પૂર્વમાં જે જે ભૂલો કરી છે તેના ફળરૂપે તેને માટે અસહાયસ્થિતિ ઉત્પન્ન થાય છે. આ સમજ જેમ જેમ જીવમાં વધતી જાય છે તેમ તેમ કર્મથી છૂટતા જવાની તેની ભાવના ઘેરી થતી જાય છે તેથી તે સદ્ગુરુનું શરણ મજબૂત કરવા ઇચ્છે છે.
એ વખતે નિષ્કારણ કરુણા કરી, પરમ પ્રેમથી તેનો હાથ રહી, તેને શ્રી સરુષ ઉચિત માર્ગદર્શન આપે છે, અને સમજાવે છે કે પૂર્વકૃત કર્મો જે મિથ્યાત્વને કારણે બાંધ્યા છે તે કર્મોનો નાશ કરવાનો છે, સાથે સાથે મિથ્યાત્વનો નાશ કરી નવાં કર્મબંધનથી બચવાનું છે. પોતે સેવેલા મિથ્યાત્વને કારણે પોતે સ્વરૂપનાં સુખથી વંચિત થયો છે, પણ સાથે સાથે સદેવ, સદ્ગુરુ અને સન્શાસ્ત્રની અશાતના કરી પરમાર્થની જે બધી અંતરાયો બાંધી છે, તે અંતરાયો તેણે તોડવાની છે. અંતરાય કર્મ આત્માનાં વીર્યને ગોપવે છે, એટલે કે આત્માને હીનવીર્ય કરી નાખે છે. હીનવીર્ય બનેલો જીવ અન્ય કર્મો સામે જીત મેળવી શકતો નથી, તેથી વિશેષ વિભાવમાં જઈ નવાં કર્મો ઉપાર્જન કરે છે.
આ પ્રકારે બાંધેલી અંતરાયો શ્રી ગુરુ તથા શ્રી પ્રભુનાં શરણે જઈ, પશ્ચાતાપ કરી પૂર્વે કરેલાં કર્મોની ક્ષમા માગવાથી તૂટતી જાય છે. જેમ જેમ અંતરાય તૂટતી જાય છે, ઘટતી જાય છે તેમ તેમ જીવનું વીર્ય ખીલતું જાય છે. આ જ પ્રક્રિયાને પરમાર્થે સમજવી હોય તો સમજી શકીએ કે પ્રભુનાં શરણે જવાથી જીવના આઠ રુચક પ્રદેશો - શુદ્ધ પ્રદેશો પ્રભુના સર્વ પ્રદેશોના શરણે જાય છે અને તેમાં ભળી જાય છે. એટલે કે પ્રભુના અસંખ્ય શુદ્ધ પ્રદેશોમાં આઠ રુચક પ્રદેશનો ઉમેરો થાય છે. બીજી બાજુ જીવના અસંખ્ય પ્રદેશમાંથી આઠ પ્રદેશ ઓછા થઈ અશુધ્ધ પ્રદેશ રૂપે રહે છે. એમાં
૧૧)