________________
કેવળી પ્રભુનો સાથ
મિથ્યાત્વના ઉપશમથી થયેલું પ્રથમ ઉપશમ સમ્યકત્વ છે, તે ચોથાથી સાતમા ગુણસ્થાન સુધી આવી શકે છે.
અંતરકરણ થવાથી અમુક કાળ માટે જીવનાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયો શાંત થાય છે. એ વખતે જીવ પ્રસન્નતાનો આનંદ વેદે છે. તે વખતે ફરીથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો ઉદય થવાથી તે સંસારીભાવમાં ઓતપ્રોત બની જાય છે. પણ જે અનુભવ થયો છે તેની સ્મૃતિ, તેને તે દશામાં જવા વારંવાર પ્રેરણા આપ્યા કરે છે, તેની આ લાગણીને સદ્ગુરુ પોતાની મુદ્રા, વાણી અને આંખોના શાંત રસથી વધારે ને વધારે વેગ આપે છે. જીવ એ ઋણનો સ્વીકાર કરી, તેનાથી નિષ્પન્ન થતી શાંતિનું વેદન કરે છે. તે કારણે તેને સપુરુષ પ્રતિ અહોભાવ અને વિનય ઉત્પન્ન થઈ વધે છે. તેનામાં વિનય જાગવાથી ‘સપુરુષ મહાન છે, તેમની પાસે પોતે અલ્પ છે' એવો લઘુત્વભાવ તે સપ્રેમ સ્વીકારે છે. પોતે પોતાને અલ્પ તથા નિર્બળ ભાસવા છતાં સદ્ગુરુના આશ્રયે સમર્થ અને સબળ થવાના ભાવ વધારે છે. આમ થવાથી જીવનો માનભાવ તૂટતો જાય છે, તેના અનુસંધાનમાં તેનાં અંતરાય અને દર્શનમોહ પણ ક્ષીણ થતાં જાય છે. પરિણામે અધ:કરણ, અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણ વારંવાર કરી તે અંતરકરણનો સમય વધારતો જાય છે. આ રીતે આગળ વધવા માટે તે પ્રાર્થનાનો મુખ્યતાએ અને ક્ષમાપના તથા સ્મરણનો ગૌણતાએ સહારો લેતો જાય છે.
આવો ભાવ જીવને એકસરખો સતત રહેતો નથી, ઘણીવાર દર્શનમોહ અને ચારિત્રમોહનો બળવાન ઉદય તેને વિપરિત માર્ગમાં જલદીથી ખેંચી જાય છે. આવી દ્વિધાવાળી સ્થિતિથી છોડાવવા માટે તેને શ્રી સદગુરુ અનિત્ય, અશરણ, અશુચિ, એકત્વ આદિ બાર ભાવનાઓની સમજણ આપી વૈરાગ્યમાં વિશેષ દૃઢ કરે છે. સંસારની અસારતાની સમજણ વધતાં, સંસારની આસક્તિ ઘટતાં એ જીવ સંસારને સ્વાર્થમય સમજે છે, ક્લેશમય જાણે છે અને તેનાથી છૂટવાના મનોભાવ મજબૂત કરે છે. તે વખતે શ્રી સદ્ગુરુરૂપી પુરુષની નિષ્કારણ કરુણા તેને વધારે ને વધારે આકર્ષણ કરે છે. સદ્ગુરુનું કહ્યું કરવાના ભાવ પોતાના અંતરમાં સ્વીકારે છે, તેના
૧૦૮