________________
કેવળી પ્રભુનો સાથ
નિકાચના એટલે જેમાં ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ આદિ કંઈ ન થઈ શકે. અને જેમ બાંધ્યું હોય તેમ ભોગવવું પડે એવી કર્મસ્થિતિ ભાવના ઘુંટણ દ્વારા કરવી.
આ જ પ્રકારની પ્રક્રિયાથી જીવ અનંતાનુબંધીની ચોકડીને ઉપશામકરણ કરી ઉપશમના – ઉદયમાં આવવાને અયોગ્ય – કરે છે. કેટલાક આચાર્યના મતે અનંતાનુબંધીની ઉપશમના થતી નથી, પણ વિસંયોજના થાય છે. એટલે કે જીવ સ્વભાવસ્થ થઈ અનંતાનુબંધી કષાયોને પોતાના વીર્યબળથી તોડી અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલનું કષાયોમાં ફેરવતો જાય અને વિનાશતો જાય. અર્થાત્ અનિવૃત્તિકરણે પેસેલો તે જીવ અંતરકરણ ન કરે, પણ આવલિકા કાળ બાકી રાખીને સમસ્ત અનંતાનુબંધીને વિનાશે. અંતરમુહૂર્ત પછી તે અનિવૃત્તિકરણને છેડે શેષ કર્મનાં સ્થિતિઘાત, રસઘાત અને ગુણશ્રેણિ તેને ન હોય, પણ તે જીવ સ્વભાવસ્થ હોય. આ રીતે તે અનંતાનુબંધીની વિસંયોજના કરે.
આમ જીવ અનિવૃત્તિકરણ પછી અંતરકરણ અને ઉપશમકરણ દ્વારા મિથ્યાત્વના નિષકોને ઉદય આવવાને અયોગ્ય કરે છે, તેથી તે કાળ આવતાં નિષેકો વિના ઉદય કોનો આવે? આમ મિથ્યાત્વનો ઉદય ન હોવાથી પ્રથમનું ઉપશમ સમ્યકત્વ જીવ પ્રાપ્ત કરે છે.
અંતરકરણના ચરમ સમયે મિથ્યાત્વના (દળિયા) દલિકના જીવ ત્રણ પુંજ (ઢગલા કે ભાગ) કરે : ૧. સમ્યકત્વ મોહનીય ૨. મિશ્ર મોહનીય ૩. મિથ્યાત્વ મોહનીય. તે પછી અનંતર સમયે મિથ્યાત્વ દલિકના ઉદયના અભાવથી જીવ ઉપશમ સમકિત પામે. અનાદિ મિથ્યાષ્ટિને સમ્યક્ત્વ મોહનીય તથા મિશ્ર મોહનીયની સત્તા હોતી નથી (આ બે સત્તામાં રહ્યા નથી હોતા, તેથી તે એક મિથ્યાત્વકર્મનો ઉપશમ કરી ઉપશમ સમ્યક્ દષ્ટિ થાય છે.
પ્રથમ ઉપશમ સમકિત મિથ્યાત્વ ગુણસ્થાને કરણ વડે દર્શનમોહને ઉપશમાવી જીવ જે સમ્યક્ત્વ પામે છે તે પ્રથમોપશમ સમ્યકત્વ કહેવાય છે. આઠ સમયથી શરૂ કરી પાંચ મિનિટ સુધી દેહ
૧૬