________________
સમ્યકત્વ પરાક્રમ
શુધ્ધ અને અશુધ્ધ પ્રદેશ વચ્ચે જે લડાઈ ચાલે છે તેમાં શુધ્ધ પ્રદેશમાં વધુ સંખ્યાબળ અને સત્યનો પક્ષ હોવાથી તેની જીત થાય છે. અસંખ્ય ઓછા આઠ જેટલા અશુધ્ધ પ્રદેશો શુધ્ધ પ્રદેશનું શરણું લેવા તૈયાર થાય છે, અને શુધ્ધ પ્રદેશોના માર્ગદર્શન અનુસાર અશુધ્ધ પ્રદેશો શુધ્ધ થવાનો પુરુષાર્થ આદરે છે. આ રીતે સદ્ગુરુનાં શરણમાં જવાથી જીવ કર્મ સામે સહેલાઈથી જીત મેળવતો જાય છે, કારણ કે મોટું સંખ્યાબળ તથા સતુના આશ્રયવાળા શુધ્ધ પ્રદેશો, નાના સંખ્યાબળ અને અસતુના આશ્રયવાળા અશુધ્ધ પ્રદેશો પર સહેલાઈથી વિજય મેળવી શકે છે. આ વિજય માટે જીવ પ્રાર્થના તથા ક્ષમાપના એ રત્નદ્રયની સહાયથી સમ્યક્ત્વ પરાક્રમના ચોથા સોપાન માટે તૈયારી કરતો જાય છે.
પોતાને સંસારથી છોડાવવા માટેની તથા સર્વ ક્લેશથી બચાવવા માટેની પ્રાર્થના તથા પોતાને વર્તતી સર્વ વિદ્ભકારી સ્થિતિ ઊભી થવા માટે જે પૂર્વકમ જવાબદાર હોય તેની ક્ષમાપના કરતા રહેવાથી જીવનું વીર્ય વધતું જાય છે, શ્રદ્ધાન ઊંડું થતું જાય છે, પરિણામે જીવનો પુરુષાર્થ પણ વધતો જાય છે. આ પુરુષાર્થના ફળરૂપે તે જીવ અમુક કાળ માટે શાંતિ તથા સ્થિરતા વેદે છે, લેશમય અને અશાંતિમય પરિસ્થિતિમાં પણ અમુક કાળ માટે તે જીવ છૂટો પડી શાંતિ મેળવી શકે છે, વેદી શકે છે. આમ તેના જીવનરથને સપુરુષ અને સગુરુરૂપી સારથી મળવાથી, મિથ્યાત્વથી ઘેરાયેલા તેના આત્માને મિથ્યાત્વનો નાશ કરવાનો ઉપાય આ સારથી પાસેથી મળે છે. પરિણામે તેનો સદ્ગુરુ માટેનો પૂજ્યભાવ તથા અહોભાવ વધતો જાય છે. અત્યાર સુધી સંસારના જે રાગભાવમાં તે રચ્યોપચ્યો રહેતો હતો તેમાં તેને સદ્ગુરુ પાસેથી શુદ્ધ પ્રેમની ઝાંખી તથા અનુભૂતિ આવતાં તેની શ્રેષ્ઠતા તે જીવ અનુભવે છે. રાગભાવમાં જે પ્રતિભાવના બદલાની અપેક્ષા છે, તેની સામે પ્રેમમાં નિરપેક્ષ કલ્યાણભાવ રહેલો છે; આ નિરપેક્ષ કલ્યાણભાવની અનુભૂતિ તેને સદ્ગુરુ તરફથી મળે છે, અને તે અપેક્ષારહિત પ્રેમભાવ જાણવાનો અને કેળવવાનો પદાર્થપાઠ શીખવાની શરૂઆત કરે છે. તેનામાં પ્રથમ કક્ષામાં સદ્ગુરુ માટે નિર્મળ પ્રેમભાવ જેમ જેમ જાગતો જાય છે તેમ તેમ તેનામાં શ્રી સદગુરુ માટે અલ્પકાળ માટે અર્પણભાવ આવતો જાય છે.
૧૧૧