________________
કેવળી પ્રભુનો સાથ
સમકિત થાય એવો નિયમ છે. જેને પૂર્વે ચાર લબ્ધિ પ્રગટી હોય અને અંતર્મુહૂર્ત પછી જેને સમ્યકત્વ થવાનું હોય તેને જ કરણલબ્ધિ પ્રગટ થાય છે.
કરણલબ્ધિ આ કરણલબ્ધિવાળા જીવને બુદ્ધિપૂર્વકનો તો એટલો જ ઉદ્યમ હોય છે કે તે તત્ત્વવિચારણામાં ઉપયોગને તદ્રુપ થઈ લગાવે છે, અને તેથી સમયે સમયે તેનાં પરિણામ નિર્મળ થતાં જાય છે. જેમ કોઈને શિક્ષાનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને શિક્ષાની પ્રતીતિ તરત જ થઈ જાય, તેમ તત્ત્વ ઉપદેશનો વિચાર એવો નિર્મળ થવા લાગે કે તેને તેનું તરત જ શ્રદ્ધાન થઈ જાય. આ કરણલબ્ધિવાળા જીવનાં પરિણામ કેવી રીતે નિર્મળ થતાં જાય છે તેનું તારતમ્ય તો શ્રી સર્વજ્ઞ ભગવાને કેવળજ્ઞાનમાં જોયું છે, અને તેનું નિરૂપણ કરણાનુયોગમાં થયું છે. બાકી છબી જીવને એ સર્વ પ્રગટ સમજાતું નથી, એ જ્ઞાન તો શ્રી કેવળી પ્રભુના જ્ઞાનમાં જ સમાયેલું છે, કેમકે સમય સમયનું જ્ઞાન તો માત્ર તેમને જ સંભવે છે.
આ કરણલબ્ધિના ત્રણ ભેદ છેઃ અધ:કરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. ત્રિકાળવતી સર્વ કરણલબ્ધિવાળા જીવોના પરિણામની અપેક્ષાએ આ ત્રણ નામ છે. તેમાં “કરણ” નામ પરિણામનું છે.
અધઃકરણ – જ્યાં પહેલાં અને પાછલા સમયોના પરિણામ સમાન હોય તે અધઃ કરણ છે. જેમ કોઈ જીવના પરિણામ તે કરણના પહેલા સમયે અલ્પ વિશુદ્ધતા સહિત થયા, પછી સમયે સમયે અનંતગુણી વિશુદ્ધતાથી વધતા થયા; વળી, તેને જેમ બીજા, ત્રીજા આદિ સમયોમાં પરિણામ થાય તેવા અન્ય કોઈ જીવને પ્રથમ સમયમાં જ થાય, અને તેને તેનાથી સમયે સમયે અનંતગુણી વિશુદ્ધતા વડે પરિણામ વધતાં હોય; એ પ્રમાણે અધઃકરણ જાણવું. કરણલબ્ધિના પહેલા અંતર્મુહૂર્ત કાળ પર્યત અધઃકરણ થાય છે. તેમાં ચાર આવશ્યક થાય છે –
૧. સમયે સમયે અનંતગુણી વિશુદ્ધતા થાય.
૧૦૨