________________
સમ્યક્ત્વ પરાક્રમ
ક્ષયોપશમ લબ્ધિ
જેના હોવાથી તત્ત્વવિચાર થઈ શકે એવો જ્ઞાનાવરણ આદિ કર્મોનો ક્ષયોપશમ થાય એવી સ્થિતિની પ્રાપ્તિ તે ક્ષયોપશમ લબ્ધિ. ઉદયકાળને પ્રાપ્ત સર્વ ઘાતી સ્પર્ધકોના નિષેકોના ઉદયનો અભાવ તે ક્ષય, તથા ભાવિકાળમાં ઉદયમાં આવવા યોગ્ય કર્મોનું સત્તારૂપ રહેવું તે ઉપશમ. આવી દેશઘાતી સ્પર્ધકોના ઉદય સહિત કર્મોની અવસ્થા તેનું નામ ક્ષયોપશમ લબ્ધિ છે.
વિશુદ્ધિ લબ્ધિ
મોહનો મંદ ઉદય આવવાથી, મંદકષાયરૂપ ભાવ થાય કે જેથી તત્ત્વવિચાર થઈ શકે, તે વિશુદ્ધિ લબ્ધિ.
દેશના લબ્ધિ
શ્રી જિનેંદ્રદેવ દ્વારા ઉપદેશેલા તત્ત્વોનું ધારણ થવું, તેનો વિચાર થવો તે દેશના લબ્ધિ છે. નરકાદિમાં જયાં ઉપદેશનું નિમિત્ત પ્રત્યક્ષ ન હોય ત્યાં તે ઉપદેશબોધ પૂર્વના સંસ્કારથી થાય છે.
પ્રાયોગ્ય લબ્ધિ
કર્મોની પૂર્વસત્તા ઘટી અંતઃક્રોડાક્રોડી સાગર પ્રમાણ થઈ જાય. તથા નવીન બંધ પણ અંત:ક્રોડાક્રોડી સાગર પ્રમાણ થાય અને તે પણ એ લબ્ધિકાળથી માંડીને ક્રમથી ઘટતો જ જાય. વળી, કેટલીક પાપ પ્રવૃત્તિઓનો બંધ ક્રમથી મટતો જાય ઇત્યાદિ જીવની યોગ્ય અવસ્થા થવી તેનું નામ પ્રાયોગ્યલબ્ધિ છે.
આ ચાર લબ્ધિ ભવ્ય તથા અભવ્ય બંનેને આવી શકે છે. આ ચાર લબ્ધિ પ્રગટયા પછી સમિત થાય તો થાય અને ન થાય તો રહી જાય. તત્ત્વવિચારવાળાને સમ્યક્ત્વ થવાનો કે હોવાનો નિયમ નથી. પરંતુ પાંચમી કરણલબ્ધિ જેને પ્રગટે તેને અવશ્ય
૧૦૧