________________
કેવળી પ્રભુનો સાથ
હોય છે. પ્રત્યેક સમયે અધ્યવસાય સ્થાનક વિશેષ અધિક હોય છે – ચરમ સમય સુધી. આ કરણ અંતર્મુહૂર્ત સુધી રહે છે.
આ સ્થિતિમાં આવ્યા પછી જીવને સત્સંગમાં રુચિ આવે છે, સપુરુષ અને સદ્ગુરુ પ્રતિ પ્રેમ જાગતો જાય છે, શ્રદ્ધા પણ ઉત્પન્ન થવા લાગે છે, એટલે કે શુભ વૃત્તિ અને પ્રવૃત્તિ તેના જીવનમાં વધવા લાગે છે. આવા સમયમાં પૂર્વે નિબંધન કરેલું મિથ્યાત્વ જીવને આડું આવે છે; અને તે કર્મ તેને પાછું સંસારની વાસનામાં બળવાનપણે ઘસડી જાય છે. એક બાજુથી કર્મનું ખેંચાણ અને બીજી બાજુથી સપુરુષનું આકર્ષણ: આ બે વિરોધી ભાવોની વચ્ચે જીવ ઝોલાં ખાધા કરે છે. આમાં કેટલાય જીવો કર્મના મારથી પીટાઈ પાછા હઠી જાય છે, અને મિથ્યાત્વ તેના પર જીત મેળવી, તેને સંસારના પરિભ્રમણમાં ફરીથી ખેંચી જાય છે. અનંતકાળચક્રના પરિભ્રમણમાં અનંતવાર આવું બને છે કે જીવ યથાપ્રવૃત્તિકરણ સુધી આવી પાછો હટી જાય છે, અમુક બળવાન ભૂલ કરી, પાતળાં પાડેલાં ઘાતી કર્મોને ફરીથી નબીડ કરી, સંસાર વધારી નાખે છે. યથાપ્રવૃત્તિકરણ સુધી અભવિ જીવ પણ આવી શકે છે.
અનંતવાર આવી રીતે યથાપ્રવૃત્તિકરણ કર્યા પછી, પાછો હઠયા પછી, એક વખત એવું બને છે કે જીવનો કર્મ ઉપર વિજય થાય છે. તેનું પાતળું પડેલું દર્શનમોહ અને હળવાં બનેલાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ તેનાથી દબાય છે. તેનામાં પુરુષનું આકર્ષણ વિજયી થાય છે, પરિણામે સત્પરુષ એ પોતા માટે સાચા તારણહાર છે એવો સદ્ગુરુભાવ તેનામાં આકાર લેતો જાય છે. પુરુષના શરણે રહેવાના, એમનો બોધ સાંભળવાના, અને એમની આજ્ઞા પ્રમાણે ચાલવાના ભાવ જાગૃત થઈ વધતા જાય છે. અંતરંગમાં વેદેલા ભાવો બાહ્ય આચરણમાં આવવા લાગે છે, અને જીવ કર્મ પર વાસ્તવિક જીત મેળવવાનું કામ શરૂ કરે છે. પરિણામે તે જીવને આત્માના અપૂર્વ સ્વભાવનું ભાન થવાની શરૂઆત થાય છે.
યથાપ્રવૃત્તિકરણથી એ જીવ આગળ વધે ત્યારે તેને સમ્યકત્વ થતાં પહેલાં પાંચ પ્રકારની લબ્ધિ પ્રગટ થાય છે. ૧. ક્ષયોપશમ લબ્ધિ, ૨. વિશુદ્ધિ લબ્ધિ, ૩. દેશના લબ્ધિ, ૪. પ્રાયોગ્ય લબ્ધિ અને ૫. કરણ લબ્ધિ.
૧OO