________________
કેવળી પ્રભુનો સાથ
ઉત્તમ સપુરુષ અને સગુનો સાથ પણ કાર્યકારી થઈ શકે છે. જીવે અનુભવેલી એક સમય માટેની દેહથી ભિન્નતા, શ્રી તીર્થકર પ્રભુની સહાયથી જ્યારે આઠ સમય સુધી વિસ્તૃત થાય છે, ત્યારે તે જીવ “નિશ્ચયથી વ્યવહાર સમકિત” પામ્યો ગણાય છે. આ સમકિતની પ્રાપ્તિ થયા પછીથી જીવનું મિથ્યાત્વરૂપી નિદ્રામાંથી જાગવાનું શરૂ થાય છે. શ્રી સર્વજ્ઞપ્રભુ તથા પુરુષની છાયા પરોક્ષમાંથી પ્રત્યક્ષ થવા લાગે છે, તેથી એ જીવને સમ્યક્ પુરુષાર્થ કરવાનો ઉત્સાહ ક્રમે ક્રમે પ્રગટ થવા લાગે છે. જો કે આઠ સમય જેટલા નાના કાળનું સભાનપણું છદ્મસ્થ જીવને પ્રવર્તતું નથી, પણ
જ્યારે તે અસંખ્ય સમય અને તેથી પણ વધારે કાળની ભિન્નતાના અનુભવની સ્થિતિ પ્રાપ્ત કરે છે, ત્યારે તેને પોતાને વેદાતી ભિન્નતાનું સભાનપણું જાગવા લાગે છે. છદ્મસ્થ જીવની જાણકારી અસંખ્ય સમયવર્તી છે, એટલે દેહાત્માની ભિન્નતાનો કાળ અસંખ્યસમયથી વધે ત્યારે ક્રમે ક્રમે તે અનુભવનું પરોક્ષમાંથી પ્રત્યક્ષપણું થતું જાય છે. નિશ્ચયથી વ્યવહાર સમકિતની પ્રાપ્તિ કરવી તે જીવ માટે સમ્યકત્વ પરાક્રમનું બીજું પગથિયું ગણી શકાય.
નિશ્ચયથી વ્યવહાર સમકિતમાં થોડા આગળ વધ્યા પછી, તે જીવ પર સપુરુષની બળવાન અસર પ્રત્યક્ષ થતી દેખાય છે. પુરુષની શાંત મુદ્રા, વચનામૃત અને સત્સંગ – સત્સમાગમ તેને અપ્રગટપણે ખેંચાણ કરે છે. તેથી તે જીવમાં આત્માના અપૂર્વ સ્વભાવનું આકર્ષણ વેદાવાની શરૂઆત થાય છે. શ્રી સત્પષમાં એકાકાર થયેલા કલ્યાણભાવ, અને એમાંથી પ્રગટ થતી શાંતિનું તેને સામાન્ય વેદન થાય છે. પરિણામે તેને એવી શાંતિ મેળવવાની ઝંખના જાગૃત થવા લાગે છે. આ ભાવનાની શરૂઆત એટલે સમ્યક્ આરાધનનો આરંભ. જીવ જ્યારે નિશ્ચયથી વ્યવહાર સમકિતમાં અસંખ્યાત સમયથી વધારે સમય માટે દેહ તથા આત્માની ભિન્નતા અનુભવતો થાય છે, તે પછીથી તે જીવ બાહ્યથી સત્સંવ, સદ્ગુરુ અને સત્કર્મ – સશાસ્ત્રનું આકર્ષણ વેદવાની શરૂઆત કરે છે. એને સત્સંગમાં બેસવું ગમતું થાય છે. પોતે સત્સંગમાં સુખ અનુભવતો હોય તેવી લાગણી વેદે છે. જીવને થતી આ અનુભૂતિ તેને આત્માના અપૂર્વ સ્વભાવનું ભાન કરાવવાની શરૂઆત કરે છે.