________________
કેવળી પ્રભુનો સાથ
૧. તે સત્પષના ચરણનો ઈચ્છુક હોય. ૨. સદેવ સૂક્ષ્મ બોધનો અભિલાષી હોય. ૩. ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર હોય ૪. બહ્મવ્રતમાં પ્રીતિમાન હોય. ૫. જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવામાં ઉપયોગ રાખનાર હોય. ૬. ઉપયોગથી પળ પળ વ્યતીત કરનાર હોય. ૭. એકાંતવાસ વખાણનાર હોય. ૮. તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી હોય. ૯. આહાર, વિહાર, નિહારનો નિયમી હોય. ૧૦. પોતાની ગુરુતા દબાવનાર હોય. આવા ગુણો ખીલવવાની પ્રક્રિયાની શરૂઆત આ પ્રમાણે થાય છે.
સંજ્ઞીપંચેન્દ્રિયપણું પ્રાપ્ત કર્યા પછી, અકામ નિર્જરા કરતાં કરતાં જીવ જ્યારે ઘાતી કર્મોની સ્થિતિ પાંચ ક્રોડાક્રોડી સાગરોપમથી ન્યૂન કરે છે, ત્યારે તેના આત્મામાં “શુભ” નું આકર્ષણ પેદા થાય છે. નિત્યનિગોદમાંથી નીકળી પૃથ્વીકાયરૂપે જ્યારથી તે પરિભ્રમણ આરંભે છે ત્યારથી તે આઠ નિરાવરણ શુદ્ધ પ્રદેશોનો – આઠ ચક પ્રદેશોનો સ્વામી રહે છે. તેના આ આઠ રુચક પ્રદેશો પર કદી પણ આવરણ આવતું નથી. જ્યારે ઘાતકર્મોની સ્થિતિ ઉપર કહ્યા પ્રમાણે ન્યૂન થાય છે, ત્યારે જીવના આ આઠ રુચક પ્રદેશો બળ કરી તેને શુભના આકર્ષણમાં લઈ જાય છે. તેના પ્રભાવથી તે કોઈને કોઈ પુરુષ માટે અવ્યક્તપણે આકર્ષણ વેદે છે. એ આકર્ષણના પ્રભાવથી તે સપુરુષ દ્વારા ખેંચાઈને શ્રી તીર્થંકર પ્રભુની દેશના સાંભળવા જાય છે.
શ્રી સપુરુષનું આકર્ષણ વેદી, શ્રી તીર્થંકર પ્રભુની દેશના સાંભળતાં તેને સંસારની અસારતાનો અછડતો લક્ષ આવે છે, તેની સાથે સાથે પ્રભુના આત્મામાંથી છૂટતા બળવાન કલ્યાણભાવના પરમાણુઓનો તે સ્પર્શ પામે છે. એ પરમાણુના સ્પર્શમાં તેને