________________
કેવળી પ્રભુનો સાથ
(૪) વળી તમે સર્વ જીવોને કલ્યાણરૂપ થાય એવી દેશના આપતા હોવાથી વક્તા છો, તેમ છતાં તમે સદા આત્મભાવમાં રહેતા રહેતા જ દેશના આદિ આપતા હોવાથી મૌની પણ છો. આત્મામાંથી સ્વછંદ સંપૂર્ણપણે નીકળી ગયો હોવાથી, સર્વ ક્રિયા આજ્ઞાધીનપણે જ થતી હોવાથી તમે મૌની છો. આપ દેશનામાં જે કંઈ જણાવો છો તે પૂર્વોક્ત છે એટલું જ નહિ પણ તે આજ્ઞાધીનપણે જ જણાવો છો તેથી અવક્તા છો, તેમ છતાં દેશના આપતા હોવાથી તમે અમૌની પણ છો.
હે દેવાધિદેવ! અમારાં જ્ઞાનનાં આવરણો તૂટતાં, સમજણ વધવાથી અમને સ્પષ્ટ થાય છે કે વિરોધી જણાતા ગુણો પણ વિરોધ છોડી તમારામાં કેવી રીતે એકરૂપ થઈ જાય છે. આપના શુભ ભાવના પ્રભાવથી પરસ્પર વેર ધરાવતા જીવો પણ જન્મજાત વેર ત્યાગી આપની પાસે આવી નિર્વેરથી રહે છે. આપના આવા ઉત્તમોત્તમ ગુણોનો લક્ષ તથા અનુભવ થવાથી અમારી જગતના પદાર્થો પ્રતિની સુખબુદ્ધિ ક્ષીણ થતી જાય છે. અને અમારો જ્ઞાનની વિદ્ધિ કરવાનો ઉત્સાહ વધતો જાય છે. અમને સમજાયું છે કે માત્ર મોહ તોડવાથી જ આત્મસ્વરૂપને યથાર્થ માણી શકાતું નથી, તેથી અમે સાથે સાથે જ્ઞાન તથા દર્શનનાં આવરણને ભસ્મીભૂત કરવા પ્રવૃત્ત થયા છીએ. જેમ જેમ આવરણો ઘટતાં જાય છે, તેમ તેમ ક્ષીણ થયેલા મોહનો સ્પષ્ટ અનુભવ અમને તેની જાણકારી આપી, આત્મામાં શીતળતા ફેલાવતો જાય છે. બીજી રીતે કહીએ તો આત્મદર્શનથી પ્રગટતા સુધારસની જાણકારી અમને મળતી જાય છે. આ ઉપકાર અમારા પર કરવા માટે તમને ભક્તિભર્યા કોટિ કોટિ વંદન હો.
શ્રી સુવિધિનાથ પ્રભુના નિર્વાણ પછી નવ કરોડ સાગરોપમ કાળ વીતતાં આપ શ્રી શીતલનાથ પ્રભુએ જગતપિતા તરીકેની પ્રવૃત્તિ આદરી હતી. તે વિશે વિચારતાં અમને સમજાય છે કે મોહનો નાશ કરતા જવાથી દર્શનની વિશુદ્ધિ જલદીથી થઈ શકે છે, અને તેની છાયામાં જ્ઞાન પણ વિશુધ્ધ થતું જાય છે. અલબત્ત, તે માટે આવશ્યક પુરુષાર્થ કરવો જરૂરી છે. સામાન્ય રીતે જગતના જીવોને જ્ઞાનાવરણ તોડવા કરતાં દર્શનાવરણ તોડવું સહેલું લાગે છે, કેમકે વર્તનમાં સ્થૂળ હિંસાથી નિવર્તવું તે જગતના પદાર્થોની સુખબુદ્ધિથી નિવર્તવા કરતાં સહેલું છે. આ હેતુથી પ્રથમ દર્શનાવરણ
૩૦