________________
કેવળી પ્રભુનો સાથ
અભિલાષ પૂર્ણ કરો. અમારી તમને પ્રાર્થના છે કે –
પૂરવે સૂરજ ઊગિયો, આવ્યું ન કેવળજ્ઞાન, કાં રે આ બાળકને ટટળાવો, શું એ ભૂલ્યું ભાન? ગુનાઓ સરવે માફ કરો, જલદી પ્રગટાવો જ્ઞાન, હવે નહિ સહેવાતું મુજથી, આ જુદાઈનું ભાન. પ્રભુજી, કેટલી કરું વિનંતિ, કાં ન ધરતા ધ્યાન? પ્રભુજી! આપોને જલદી હવે જલદી શુક્લધ્યાન. “જાગો હે જીવો, મોહ કરો પરો.”
“પ્રભુજી! મોહ કરાવો પરો.” પરમ કરુણાળુ શ્રી વીતરાગ પ્રભુ! અમારી આવી સ્થિતિ છે, તો બનતી ત્વરાએ અમને શુદ્ધ વ્યવહાર નય તથા નિશ્ચય નય ભણી પ્રગતિ કરાવો, નિર્વિચાર થવા માટે સાનુકૂળ સંજોગો આપી અમને ખૂબ ખૂબ સાથ આપો.
શ્રી કુંથુનાથ પ્રભુ સિદ્ધાલયમાં બીરાજમાન થયા તે પછીથી પા પલ્યોપમ કાળમાં એક કરોડ એક હજાર વર્ષ ઉણા આંતરે શ્રી અરનાથ પ્રભુ ધર્મચક્રી થયા, અને ભરતક્ષેત્રમાં એકચક્રી રાજ્ય કરી અવશ મનને વશમાં આણવા માટે ઉત્તમ ઉપાય પ્રકાશિત કર્યો. તેમની એ નિષ્કારણ કરુણાને અમારા કોટિ કોટિ વંદન હો.
૧૯ શ્રી મલ્લિનાથ જિન! કર્મરૂપી અરિનો નાશ કરવા માટે આત્માને મલ્લ જેવો બળવાન એટલે કે ખૂબ વીર્યવાન કરવાની જરૂર છે, એવો સુંદર સંદેશો શ્રી અરિહંત દેવ! અમને તમારા તરફથી મળ્યો છે. કર્મનાશ કરવાનું મહાભાગ્ય પ્રાપ્ત કરવા અમે ખૂબ આતુર છીએ. વળી, તમારા શરણમાં રહી, તમારી આજ્ઞાએ સત્પથનું આરાધન કરી, જલદીથી વીર્ય પ્રગટાવી, કર્મને હઠાવવા અમારે મહાબળવાન થવું છે.
૬૨