________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
દશા મળ્યા પછી, કેવળજ્ઞાન લેવામાં જીવને ઘણો ઓછો સમય લાગે છે તે અમને મહદ્ અંશે નિશ્ચિત જણાયું છે. શ્રી મુનિસુવ્રત પ્રભુના નિર્વાણ પછી છ લાખ વર્ષ ગયા પછી શ્રી નમિનાથ પ્રભુએ ધર્મસ્થાપના કરી હતી એ હકીકત ઉપરની સમજને સમર્થન આપે છે.
૨૨ શ્રી નેમિનાથ પ્રભુ! અહો જિનદેવ! અમારામાં ષડ્રદર્શનનો વિવેક જાગવાથી, અને આત્માના ખીલતા અંતરંગ ગુણોનો પરિચય વધવાથી સત્યને આધારે જ નમવું એવી વૃત્તિ તથા પ્રવૃત્તિ અમને મળતી ગઈ છે. આ નમનમાં કોઈ રાગદ્વેષની પરિણતિને, અથવા તો વ્યવહારિક ઉદ્દેશનું કોઈ સ્થાન નથી. નમનમાં આવતી સમર્પણતાને લીધે અમારી આત્માની પૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરવાની નેમ (લક્ષ) બંધાતી જાય છે; તેની સાથે સાથે વ્યવહારનયથી છૂટા થઈ, પૂરેપૂરા નિશ્ચયનયમાં રૂપાંતરિત થવાના લક્ષથી (નેમથી) અમારો આત્મા અપૂર્વકરણ કરવા ખૂબ ઉત્સાહીત થયો છે.
શ્રી મુનિસુવ્રત સ્વામીએ આપેલા માર્ગદર્શનને અનુસરી અમારો આત્મા નિર્વિકલ્પપણામાં ટકી રહેવામાં ઠીક ઠીક આગળ વધી શક્યો છે; અને જ્યારે અમારો આત્મા સવિકલ્પ દશામાં ઊતરી આવે છે ત્યારે અમારી વર્તના વિશેષ શુદ્ધ, વધારે નિશ્ચયનયના પાલનવાળી થતી જાય છે અને નવા કર્મબંધનના કારણો ક્રમે ક્રમે ઘટતાં જાય છે તે અનુભવાતું જાય છે. સાથે સાથે જગતનાં પદાર્થો વિશે સાચી જાણકારી આવતાં તેમના પ્રતિનો અમારો મોહ ક્ષીણ થતો જાય છે, આત્મગુણો ચહાતા જાય છે અને તેથી સર્વઘાતી કર્મના ક્ષય માટેનો અંતિમ પુરુષાર્થ ઉપાડવાનો – ક્ષપક શ્રેણિએ ચડવાનો અમારો ઉત્સાહ વધતો જાય છે. તે માટે જરૂરી પાત્રતા મેળવવા અમે ખૂબ આતુર થઈ ગયા છીએ. આ સર્વ ઘાતકર્મોનો પૂર્ણતાએ ક્ષય કરવાની એક નેમથી – લક્ષથી વર્તવાની ભાવના રાખવા તથા વધારવા માટે અમારો આત્મા સફળ થતો જાય છે; તે પરમ કૃપા કરવા બદલ અમે આપના ઋણી થઈ હે નેમિનાથ પ્રભુ! અમે આપને ખૂબ ભાવથી વંદન કરીએ છીએ. અને વિનંતિ કરીએ છીએ કે જે સમજણ