________________
પ્રકરણ ૨
સમ્યક્ત્વ પરાક્રમ
પરાક્રમ એટલે સ્વપુરુષાર્થથી ચુત થયા વિના, ગમે તેટલા વિનો આવે તો પણ અડગ રહીને ઇચ્છિતની સિદ્ધિ કરવી. જે કાર્ય કરવામાં અનેક વિઘ્નો આવવાનો સંભવ હોય, જે કાર્ય વિરલા જીવો જ કરી શકે એમ હોય, અને એ કાર્ય જીવ સફળતાપૂર્વક પાર પાડે ત્યારે તે પરાક્રમ કહેવાય છે. આથી પરાક્રમ શબ્દથી કાર્યસિદ્ધિ કરવામાં નડતાં વિઘ્નો અને એ વિનો પાર કરવામાં ઉલ્લસિત થતું વીર્ય એ બંને યથાર્થ રીતે સૂચવાય છે. આથી જે જીવ પરાક્રમ કરવા ઈચ્છતો હોય તેણે વીર્યને ફોરવવું ઘટે, એટલું જ નહિ પણ સિદ્ધિ મેળવતા સુધીમાં ધીરજ, ખંત, ચીવટ આદિ ગુણો વિશેષતાએ ખીલવવા જોઈએ એ સ્વાભાવિક રીતે સમજાય તેવી બાબત છે. જો આ ગુણો પૂરતા પ્રમાણમાં ખીલ્યા ન હોય તો જીવ વિદન આવતાં જ કાર્ય અધૂરું છોડી નાસીપાસ થઈ અન્ય દિશામાં ફંટાઈ જાય છે, અને પરાક્રમી થવાને બદલે કાયર થઈ જાય છે.
જીવ પુરુષાર્થ કરી ફોરવેલા વીર્યનો સદુપયોગ કે દુરુપયોગ કરતો રહે છે. જે જીવ સંસારની માયાજાળમાં અટવાઈ, ક્ષણિક સંસારી સુખની પાછળ દોડવામાં પોતાનું વીર્ય વાપરતો રહે છે તેના વીર્યનો દુરુપયોગ થાય છે, તેમાંથી સંસાર પરિભ્રમણ વધારવા સિવાય, જન્મ, જરા અને મૃત્યુના દુઃખમાં સબડવા સિવાય વિશેષ પ્રાપ્તિ થતી નથી. પરંતુ જે જીવ અનાદિકાળથી ચાલ્યા આવતા પરિભ્રમણથી છૂટવાના ભાવ કરે છે, સંસારથી છૂટી આત્મશાંતિ મેળવવાના પુરુષાર્થમાં નિમગ્ન રહે છે, આત્મવિકાસ એટલે કે આત્માનાં શુદ્ધિ અને શાંતિ વધારવા સતત પ્રયત્નવાન રહેવામાં જીવ વીર્ય વાપરે છે ત્યાં તેનાં ખીલેલાં વીર્યનો સદુપયોગ થાય છે. અને જેમ જેમ તે મળેલાં વીર્યનો સદુપયોગ કરતો જાય છે તેમ તેમ તેને પુરુષો તરફથી વધારે ને વધારે શુભ
૮૯