________________
સમ્યક્ત્વ પરાક્રમ
આવા અદ્ભુત તથા મહાન સમ્યક્દર્શનને પ્રાપ્ત કરતાં પહેલાં જીવ આઠ પ્રકારના કર્મના પાશમાં, અઢાર પાપસ્થાનકના સેવનથી ફસાયો હોય છે, સંસારમાં ભમે છે અને પોતાના અપૂર્વ સ્વભાવથી અજાણ રહ્યા કરે છે. સંસારમાં જીવ મુખ્યતાએ અસંજ્ઞીપણે રહે છે, માત્ર અલ્પકાળ માટે જ તે સંજ્ઞીપણું મેળવે છે. સંશી પંચેન્દ્રિયપણું પામ્યા પછી, મહત્ પુણ્યના યોગથી જીવ શ્રી સત્પુરુષના સમાગમમાં આવે છે. તેથી પણ વિશેષ પુણ્યોદય સંભવે ત્યારે તેને સત્પુરુષની સત્પુરુષરૂપે ઓળખાણ થાય છે; તેમના તરફથી રેલાતા કલ્યાણભાવનો તેને સ્પર્શ થાય છે, એટલે તેને સત્પુરુષ પ્રતિ પ્રેમભાવ જાગે છે; એ પ્રેમભાવ સામાન્ય જીવો પ્રતિ વેદાતા ભાવ કરતાં વિશેષ પ્રકારનો હોય છે. આ પ્રેમભાવ ઉઘડતાં તેને તેમના બોધવચનો પ્રતિ આકર્ષણ થાય છે. તેમની મુદ્રાની શાંતિ તેને સ્પર્શી જાય છે, અને તેને એવી પ્રતીતિ આવતી જાય છે કે આ મહાપુરુષ જે માર્ગદર્શન આપે છે તે જ યથાર્થ છે. આવું યથાર્થતાનું શ્રદ્ધાન, જાગેલા પ્રેમભાવમાં ભળવાથી, જીવને તેમનું કહ્યું કરવાની પ્રેરણા આપે છે. તેથી તે જીવ સત્પુરુષના દર્શાવ્યા પ્રમાણે ચાલવા અને આચરણ કરવા પુરુષાર્થ થતો જાય છે.
આ પ્રકારે સત્પુરુષ માટે પ્રેમભાવ જાગ્યા પછી, તેમના આત્માના અપૂર્વ સ્વભાવની પ્રતીતિ જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ તેમના પ્રતિનું શ્રદ્ધાન અને આજ્ઞાધીનપણું તે જીવ વધારતો જાય છે. તે દ્વારા જીવે અનાદિકાળથી જે કાર્ય કર્યું ન હતું, જેને કા૨ણે અનેકવાર સંક્ષીપંચેન્દ્રિયપણું પામવા છતાં ફરી ફરી અસંજ્ઞીપણામાં ધકેલાઈ ગયો હતો, તે કારણને નિવૃત્ત કરવા, તોડવા તે જીવ સક્રિય થાય છે, અને સમ્યક્દષ્ટ પ્રાપ્ત કરી, તેનું સતત વિશુદ્ધિકરણ ક૨વામાં અભૂતપૂર્વ એવું પરાક્રમ તે વિકાસક્રમમાં દાખવી જાય છે.
આપણે જોયું તેમ “પરાક્રમ” એટલે અતિ કઠિન ગણાતું કાર્ય, અનેક વિઘ્નો તથા અડચણો પાર કરીને સફળ કરવું. સામાન્ય જીવ આરંભેલા કાર્યમાં વિઘ્નો આવતાં હિંમત હારીને ઉત્તમ કાર્યનો ત્યાગ કરી દે છે; ત્યારે વિરલા જીવો વિઘ્નોથી વારંવાર હેરાન કરાયા છતાં, આરંભેલા ઉત્તમ કાર્યનો ત્યાગ ન કરતાં તેને વળગી રહે છે, અને અંતમા કાર્યસિદ્ધિ કરે છે. આ રીતે ઉત્તમ કાર્યને ચીટકી રહીને સફળ થવામાં જીવનું
૯૩