________________
કેવળી પ્રભુનો સાથ
न सम्यक्त्वसमं किंचित्त्रैकालये त्रिजगत्यपि ।
श्रेयोऽश्रेयश्च मिथ्यात्वसमं नान्यतनुभृताम् || ત્રણ લોકમાં અને ત્રણ કાળમાં સમ્યક્દર્શન જેવું બીજું કોઈ પ્રાણીઓને માટે કલ્યાણકારી નથી. તેવી રીતે મિથ્યાદર્શન જેવું બીજું કોઈ અહિતકારી નથી.
– શ્રી સમંતભદ્રાચાર્ય (રત્નકરંડ શ્રાવકાચાર)
अप्पसरुवह जो रमइ छंडवि सहु ववहारु।
सो सम्माइट्ठी हवइ लहु पावइ भवपारु || જે સર્વ વ્યવહારને છોડીને, એક આત્માના સ્વરૂપમાં રમણ કરે છે, તે જ સમ્યકુદૃષ્ટિ છે, તે શીધ્ર ભવસાગરથી પર થઈ જાય છે.
- શ્રી યોગેંદ્રદેવ (યોગસાર)
सम्यक्त्वं परमं रत्नं शंकादिमलवर्जितम् ।
संसारदुःखदारिद्रं नाशयेत्सुविनिश्चितम् || શંકા, કાંક્ષા આદિ દોષોથી રહિત, સમ્યક્ દર્શન જ પરમ રત્ન છે, જેની પાસે એ રત્ન હોય છે, તેનું સંસારદુ:ખરૂપી દારિદ્ર નિશ્ચયે નાશ પામે છે.
- શ્રી કુલભદ્રાચાર્ય (સાર સમુચ્ચય)
सद्दर्शनमहारत्नं विश्वलोकैकभूषणा ।
मुकिपर्यंतकल्याणदानदक्षं प्रकीर्तितम् || આ સમ્યક દર્શન મહારત્ન છે, સર્વ લોકમાં અત્યંત શોભાયમાન છે, એને જ મોક્ષપર્યત સુખ દેવામાં સમર્થ કહ્યું છે.
– શ્રી શુભચંદ્રાચાર્ય (જ્ઞાનાર્ણવ)