________________
કેવળી પ્રભુનો સાથ
વીર્યની ભેટ મળતી જાય છે. મળેલાં વીર્યનો સદુપયોગ કરવો તે સમ્યક્ત્વ છે, અને તે વીર્યને સન્માર્ગે વાપરીને ક્રમિક આત્મશુદ્ધિનાં પગથિયાં ચડતાં જવા તે “સમ્યકત્વ પરાક્રમ” કહી શકાય. આવાં પરાક્રમો એક પછી એક કરતાં જવા માટે તેના નિષ્ણાત માર્ગદર્શકની જરૂરિયાત છે. એમના સાથ વિના જીવ આડા અવળા રસ્તે ફંટાઈને ખોટા માર્ગે ચડી પોતાનું જ નુકશાન સ્વીકારી લે છે.
આપણે અનુભવીએ છીએ તે પ્રમાણે આ સંસારમાં રહેતા પ્રત્યેક જીવ સુખને ઈચ્છે છે; વળી, સુખ મેળવવા સતત પ્રયત્ન પણ કરતાં રહે છે, તેમ છતાં મોટા ભાગના જીવો અનેક પ્રકારનાં કષ્ટો અને દુ:ખો સતત ભોગવતાં દેખાય છે. તેઓ સતત આકૂળતા અને અશાંતિથી ભરેલું જીવન જીવતાં દેખાય છે. જે દેહમાં તેઓ અત્યંત મારાપણું કરીને વર્તતા રહે છે, તે દેહનું સાચું સ્વરૂપ તેઓ સ્વીકારી શકતા નથી, મળેલો મનુષ્ય દેહ અપવિત્ર છે, નાશવંત છે, તે દેહમાં ગમે ત્યારે રોગ, પીડા, દર્દ, ઉદ્ભવતાં રહે છે, છતાં તેનો મોહ દૂર ન થવાને કારણે ઘણી વ્યાકૂળતા રાખી, તેની અશાતાથી છૂટવા મથ્યા કરે છે, પાંચ ઇન્દ્રિયોના મનગમતા સુખ ભોગવવા જીવ વલખાં માર્યા કરે છે, તે ઈન્દ્રિયોના ભોગોપભોગથી તેને જરાય તૃપ્તિ થતી નથી, પણ, આ સુખો ક્ષણિક, નાશવંત અને અતૃપ્તિકર હોવાથી તે જીવોની અશાતા સદાય વધતી જણાય છે.
જીવ તથા જીવનની આવી દયનીય સ્થિતિનો વિચાર કરી, વિચારક એવા સંત મહાત્માઓને એમ લાગ્યું કે સુખને મેળવવાની ચાવી બીજી જ કંઈક હોવી જોઈએ. તેથી તેઓ સુખની સાચી વ્યાખ્યા અને સુખ મેળવવાનો સાચો રસ્તો પામવામાં વ્યસ્ત થઈ ગયા. તેમણે કરેલી વિચારણા અનુસાર જે સુખની પાછળ દુઃખ ડોકિયાં કરતું હોય, જે સુખ ક્ષણિક અને નાશવંત હોય તે સુખ નહિ પણ સુખાભાસ છે. સુખ તો શાશ્વત, અનંત અને ક્યારે પણ દુ:ખથી અનુસરાયું ન હોય તેવું હોવું જોઈએ. આ વ્યાખ્યાને અનુસરી, તે સુખને મેળવવાના પુરુષાર્થમાં તેમનો આત્મા લાગી ગયો.
આ લક્ષને સિદ્ધ કરવામાં જેઓ અગ્રસ્થાને આવ્યા, જેમણે અનંત અવ્યાબાધ સુખને પ્રાપ્ત કર્યું, સાથે સાથે સમસ્ત જગતજીવોને એ સિદ્ધિ પ્રાપ્ત થવામાં મદદરૂપ
૯૦