________________
કેવળી પ્રભુનો સાથ
અમને આવી છે તેનો યથાર્થ ઉપયોગ કરી, ઉત્તમ આચરણ અમે કરી શકીએ, તેવી કૃપા અમારા પર કરજો. એ આધારથી અમારો પુરુષાર્થ એવો બળવાન થાઓ કે એક ઝાટકે અમે, અપ્રત્યાખાની, પ્રત્યાખ્યાની તથા સંજવલન પ્રકારનાં ક્રોધ, માન, માયા, લોભની સાથોસાથ જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાય કર્મનો નાશ કરી નાખીએ; અને અમારો આત્મા આપ સમાન કેવળી સ્વરૂપને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય. તે માટે, અત્યાર સુધી અમે ક્યારેય મેળવ્યું નથી તેવું ક્ષપકશ્રેણિનું આઠમું અપૂર્વકરણ ગુણસ્થાન મેળવી, આગળ વધી તેરમા સયોગી કેવળી ગુણસ્થાને સ્થિર થઈ જઈએ એવા આશીર્વાદ માંગી વંદન કરીએ છીએ.
શ્રી નેમ પ્રભુ! અમે એક આત્મશુદ્ધિની નેમથી વર્તીએ છીએ ત્યારે આત્મામાં જે પવિત્રતાની વૃદ્ધિ થાય છે તેના ફળરૂપે જગતના શાતાકારી પદાર્થો અમને લલચાવવા આવતા રહે છે, તે વખતે આપ પ્રભુ આપના જીવનમાં તે પ્રલોભનોથી કેવી રીતે દૂર રહ્યા હતા તેની જાણકારી, અમને પ્રલોભનોથી બચાવવામાં ખૂબ મદદરૂપ થઈ રહી છે.
આત્મશુદ્ધિની અમુક માત્રાએ પહોંચ્યા પછી અમને કેટલીક લબ્ધિઓ અને સિદ્ધિઓ પ્રગટવા લાગી છે. આવી સ્થિતિમાં ઘણા જીવો લબ્ધિ આદિથી આકર્ષાઈ સંસારની સુવિધાઓ વધારવા લલચાઈ જાય છે. સંસારના અન્ય શાતાના પ્રસંગોના ઉદયોમાં ન લલચાનારા પણ કેટલીક વખત લબ્ધિસિદ્ધિના મોહમાં પડી આત્મવિકાસના રોકાણમાં અટવાઇ જાય છે, એવી જાણકારી તમારી તરફથી મળતાં, એ સમજણ અમારા માટે દીવાદાંડીરૂપ બની ગઈ છે. અમારી ખૂબ ખૂબ નમ્ર વિનંતિ છે કે આવા કોઈ પ્રલોભનો કે આકર્ષણમાં અમારો આત્મા ખેંચાય નહિ એવું આજ્ઞાનું કવચ અમને તમે પહેરાવશો; અને પુરુષાર્થ ઉત્તમતાએ કરાવી શુદ્ધિના માર્ગનું જાણપણું અને આચરણ ત્વરાથી કરાવજો. આ જાણકારી કરાવવવામાં તમારું ચરિત્ર ખૂબ સહાયકારી થયું છે, અને આપની વર્તના અમને સન્માર્ગે દોરવામાં સફળ થઇ રહી છે, તે અમારું સદ્ભાગ્ય છે. ગૃહસ્થ જીવનમાં આપનો સગપણ સંબંધ ઉગ્રસેન રાજાની પુત્રી, રાજકુમારી રાજીમતી સાથે થયો હતો, જેની સાથે તમારે પૂર્વના સાત ભવ સુધી શુભ
૭૮