________________
કેવળી પ્રભુનો સાથ
અસ્તિત્ત્વનો નકાર (સ્થૂળ સ્વરૂપે ચેતનદર્શન થતું ન હોવાથી ચેતનનો સ્વીકાર નથી) હોવા છતાં તે દર્શનને પણ આગળ વધતો જીવ જિનેશ્વરના એક અંગ તરીકે સ્વીકારી શકે છે. બીજી રીતે વિચારીએ તો મહામોહનીય કર્મનો મોટામાં મોટો ભાગ મનુષ્ય અંગના પેટના વિભાગમાં રહેલો છે, અને તે મોહનીય જીવને વિકળ કરી પોતાના અસ્તિત્ત્વનો જ નકાર આપે છે. આ અપેક્ષાએ પણ ચાર્વાક દર્શનનું સ્થાન ઉદરના ભાગમાં હોય તે અમને ઉચિત જણાયું છે.
શ્રી જિનેશ્વર પ્રભુનાં સુંદર તથા ઉત્તમ અંગ મસ્તકરૂપ જૈનદર્શન છે. આ અંગમાં જેમ પાંચ ઇન્દ્રિય તથા સંજ્ઞા રહેલી છે તે જ પ્રકારે જૈનદર્શનમાં બાકીનાં પાંચે દર્શનો સમાઈ જાય છે. આખા શરીરનું સંચાલન જેમ મગજથી – સંજ્ઞાથી થાય છે; તેમ શ્રી જિનપ્રભુના અન્ય અંગો રૂપ દર્શનોને સમજવાની ચાવી મસ્તકરૂપ જિનદર્શનમાં સમાયેલી છે. કર્મ અપેક્ષાએ વિચારતાં જ્ઞાનાવરણ તથા દર્શનાવરણને લગતાં કર્મો મનુષ્ય દેહમાં તેના મસ્તકમાં રહેલાં છે. જેમ જેમ જ્ઞાન તથા દર્શનના આવરણો ક્ષીણ થતાં જાય છે, તેમ તેમ જીવની જાણકારી તે તે અપેક્ષાએ વધતી જાય છે, અને એ આવરણો પૂર્ણતાએ ક્ષીણ થાય ત્યારે આત્માનું કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટ થાય છે. આમ જ્યારે આવરણો હળવાં થાય છે ત્યારે સર્વ દર્શનને ઊંડાણથી સમજવાની શક્તિ પ્રગટતી જાય છે. આપની કૃપાથી અમે પણ આ છએ દર્શનને તત્વની દૃષ્ટિથી સમજવા લાગ્યા છીએ, તેથી નિર્ણય થયો છે કે જિનદર્શનમાં બધાં દર્શનો સમાઈ જાય છે, ત્યારે અન્ય દર્શનોમાં જિન દર્શનનો અમુક ભાગ જ સમાવેશ પામે છે.
આમ છએ દર્શનનો યથાર્થ વિવેક પ્રગટયા પછી, કોઈ પણ શાસ્ત્રીય અભિનિવેશ જીવને રહેતો નથી, પ્રભુજી! અમને પણ આવો અભિનિવેશ આપની કૃપાથી રહ્યો નથી, કોઈ પણ દર્શન માટે હવે પક્ષપાત નથી, માત્ર જે જેમ છે તેમ સમજવાની શક્તિ આવવાની સાથે સર્વ પક્ષ પ્રતિ સમભાવ કેળવાતો જાય છે. કોઈ પણ પક્ષ માટેનો રાગ કે દ્વેષનો ભાવ જોર પકડતો નથી, માત્ર જૈન દર્શનની ઉત્તમતા અનુભવાય છે. તેની સાથે સાથે સત્ય તત્ત્વનું ગ્રહણ અને અસત્ય તત્ત્વનો ત્યાગ તટસ્થપણે કરી શકવાની શક્તિ અને વૃત્તિ અમારામાં આવતાં જાય છે. સામાન્ય રીતે આવી નિર્લેપતાવાળી
૭૬