________________
ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ
સંબંધ રહ્યો હતો. લગ્ન કરવા માટે તમારી જાન ઠાઠમાઠથી રવાના થઈ. લગ્નસ્થળ પાસે પહોંચતાં, જાનને જમાડવા માટે એકઠા કરેલા પશુઓનો સંહાર કરવાની હકીકત તમારા જાણવામાં આવી, પશુસંહારથી છૂટવા તમે લગ્ન કર્યા વિના પાછા ફરી ગયા. આ પ્રસંગથી રાજીમતીને ખૂબ આઘાત લાગ્યો, અને રાજીમતીએ તમને પાછા વાળવા જુદી જુદી યુક્તિ પ્રયુક્તિથી વિનંતીઓ કરી. તમે પ્રભુએ સર્વ વિનંતિને અમાન્ય કરી, વીતરાગતા ભણી આગળ વધવાનું ચાલુ રાખ્યું. અંતરંગ સમજણ વધતાં રાજીમતી પણ તમારી પાસે દિક્ષિત થયાં, સર્વજ્ઞપણું પ્રાપ્ત કર્યું, અને મોક્ષસુખના અધિકારી બન્યાં.
આપની આ જીવનકથા અમને શ્રેણિ માંડતા પહેલાં તેમજ શ્રેણિમાં કેમ વર્તવું તેની ઊંડી સમજ આપે છે. અનાદિકાળથી અમારો આત્મા સંસારી ભાવો સાથે જોડાયેલો હતો. તેમાં શુદ્ધિ વધારી સાતમા ગુણસ્થાન સુધી અમે વિકાસ કર્યો ત્યારે સાતમા ગુણસ્થાને સંસારી ભાવનું રહિતપણું મુખ્યતાએ અનુભવ્યું, પરંતુ છઠ્ઠા ગુણસ્થાને આવતાં જ એ સંસારીભાવ અમારા પર સવાર થઈ, અમારા આગળ વધવાના ભાવને રોકે છે. અમે જ્યારે સર્વભાવ રહિત થવાનો પુરુષાર્થ ઉપાડવા ઇચ્છીએ છીએ, ત્યારે સંસારીભાવ અમને પોતાની સમગ્ર તાકાતથી પોતા તરફ ખેંચે છે; જે રીતે રાજીમતીએ આપને જુદી જુદી યુક્તિઓ દ્વારા પાછા વાળવાનો પ્રયત્ન કર્યો છે તે રીતે; સંસારીભાવ લબ્ધિ, સિદ્ધિ અન્ય સુવિધાનું આકર્ષક રૂપ લઈ અમને પીગળાવવા માગે છે. તે વખતે, તમે રાજીમતીની સર્વ વિનંતિઓને અમાન્ય કરી વીતરાગતા ભણી મક્કમપણે ડગ ભરતા ગયા, આગળ વધતા ગયા, તે રીતે અમારે પણ આ બધી લબ્ધિ, સિદ્ધિ, સુવિધા આદિને ઓળંગી, અમાન્ય કરી મક્કમપણે વીતરાગતા વિકસાવવી છે. અર્થાત્ શ્રેણિમાં અમારે એવો બળવાન પુરુષાર્થ આદરવો છે કે જેથી, જે જે કર્મો ઉદયમાં આવતા જાય તે સર્વનો અને તેની સાથે સાથે સર્વ સત્તાગત ઘાતીકર્મોનો ક્ષય થતો જાય. ઘાતીકર્મના એક પણ કર્મ પરમાણુને અમારે અમારા આત્મપ્રદેશ પર રહેવા દેવું નથી, જો એકાદ પરમાણુ કે કર્મ બચી જાય તો તે સમય આવતાં ઉગ્નરૂપ ધારણ કરી અમને પતનની ખાઇમાં નાખવા મથશે. એટલે કે આત્માની પરમ શાંત તથા
૭૯