________________
કેવળી પ્રભુનો સાથ
અપ્રમત્તદશાનો અનુભવ અમને નાના ગાળે મળતો રહે છે. વારંવાર આવો અનુભવ થવાનું કારણ અમને એ જણાયું છે કે તમારા શરણમાં વધતી શ્રદ્ધાથી અમારાં અંતરાય કર્મ ક્ષીણ થતાં જાય છે, અને તેને લીધે ખીલતાં વીર્યથી અન્ય ઘાતી કર્મોને દબાવવામાં અમે સફળ થઈ શકીએ છીએ.
આ નિર્વિકલ્પ સ્થિતિમાં અંતરાય કર્મનો બળવાન ઉદય સંભવતો નથી; દાનાંતરાયના ઉદયના અભાવમાં અમારો આત્મા સર્વને અભય આપી શકે છે; લાભાંતરાય ઉદિત ન હોવાથી ઉત્તમ અવસ્થાનો લાભ અમને મળે છે; ભોગાંતરાય કે ઉપભોગાંતરાયના અનુદયમાં સ્વસુખનો ભોગવટો અમને મળે છે; અને વીર્યંતરાયના અભાવમાં અન્ય ઘાતી કર્મોને દબાવવાની શક્તિ મળતી જાય છે. આમ સાતમા ગુણસ્થાનવર્તી શુક્લધ્યાનની દશામાં અઢાર દોષ વર્જિત સ્થિતિને અનુભવી સત્તાગત કર્મોનો ક્ષય કરવાનું વીર્ય પ્રગટાવવા અમારો આત્મા સફળ થયો છે. તો શ્રી મલ્લિનાથ પ્રભુ! આપની કૃપાનું આવું સુમધુર ફળ અમારામાં જલદીથી વધતું જાઓ. આપની કૃપાથી સર્જાતું વીર્ય ફોરવી અમે વારંવાર આવો અનુભવ લેવા ભાગ્યશાળી રહીએ, વારંવાર તમારી સાથે એકરૂપ થઈએ એવી ભાવના ભાવી અમે અગણિત વંદન કરીએ છીએ.
અરિમર્દક એવા શ્રી અરનાથ પ્રભુના નિર્વાણ પછી એક કરોડ અને એક હજાર વર્ષના આંતરે શ્રી મલ્લિનાથ જિને પોતાનું ધર્મસામ્રાજ્ય વિસ્તારી, ધર્મારાધન કરવા માટે ખૂબ ખૂબ પ્રેરણા અને શક્તિનું દાન આપ્યું હતું.
૨૦ શ્રી મુનિસુવ્રત સ્વામી!
શ્રી મલ્લિનાથ પ્રભુની કૃપાથી નિર્વિકલ્પ થવાની પ્રવૃત્તિ જોરદાર કરવા અમારો આત્મા દિનપ્રતિદિન બળવાન થતો જાય છે. આ પુરુષાર્થથી અમારી આત્મદશા તથા આત્મશાંતિ વધતાં ગયાં છે. મળેલી દશા તથા શાંતિનો સદુપયોગ કરી શકીએ એમાં જ અમને અમારા જીવનનું સાર્થકપણું જણાય છે. તેથી મળેલી શાંતિ અને મળેલાં મોક્ષમાર્ગનાં રહસ્યો જે હવે વધતાં જાય છે, તેનો યથાર્થ ઉપયોગ કરવા, અન્ય જીવોને
૬૬