________________
ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ
કૃપાથી અમને સમજાતું જાય છે. કેવળજ્ઞાનના અંશરૂપ શુક્લધ્યાનનો અંશે અનુભવ થતાં અમને અનેક ખુલાસા મળતા જાય છે.
આ શુક્લધ્યાનના અનુભવમાં રહેવાથી અમને જણાતું જાય છે કે હાસ્ય, રતિ, અરિત, શોક, ભય, જુગુપ્સા, ત્રણ વેદ એ નોકષાયના (કષાયની ચોકડીને ઉદ્દીપ્ત કરી, બહેકાવવામાં સહાય કરે તે) હાલ બેહાલ થતા ગયા છે. તેને ઊભા રહેવાની જગ્યા પણ ન રહેવાથી તેઓ દબાતા ગયા છે, અને છેવટે ક્ષીણ થઈ જવાના છે. રાગ (માયા તથા લોભનું મિશ્રણ), દ્વેષ (ક્રોધ અને માનનું સંયોજન) અને અવિરતિવાળી પરિણતિ એ ત્રણે ચારિત્રમોહ વતી લડનારા યોદ્ધા ગણાયા છે. પરંતુ જ્યારે અમારી નિર્વિકલ્પ દશા થાય છે ત્યારે એ સર્વ લડવૈયા યુદ્ધભૂમિ છોડી, અમને સંસારમાં ખેંચવાનો પુરુષાર્થ અપૂર્ણ રાખીને નાસી જતાં દેખાયા છે. એ દશામાં અમારો વેદનો ઉદય શાંત થઈ જાય છે, ઇચ્છાઓ લુપ્ત થઈ જાય છે; એટલે કે સાતમા ગુણસ્થાને રહીએ તે કાળ માટે અમને પોતામાંથી નીપજતી શાંતિનું અદ્ભુત વેદન વર્તતું હોય છે. આમ અમારા આત્માનું વીર્ય વિશેષતાએ ખીલ્યું હોય છે ત્યારે અમને પરેશાન કરનાર, અમને દુ:ખની ઊંડી ગર્તામાં ખેંચી જનારા તત્ત્વો શુદ્ધિ અનુભવતા અમારા આત્માથી ભયભીત બની, રણસંગ્રામમાંથી નાસી જતાં દેખાયાં છે. તેથી કેવળજ્ઞાનમાં વર્તતી પૂર્ણ સુખના અનુભવની ઝાંખી અમને સાતમા અપ્રમત્ત ગુણસ્થાને વર્તીએ ત્યારે મળવા લાગી છે. આ ઉપરાંત, જે જે કર્મો અમને સંસારમાં ખેંચી જનારા છે તેનો ક્ષય અમે આ ગુણસ્થાને કરી શકીએ છીએ એવો અનુભવ થયો છે. પહેલાં અમારું પાપ ભસ્મીભૂત થવા લાગે છે, અને તેનાં પડછામાં આત્મસુખની અનુભૂતિને કારણે અમને સંસારી શાતાનો પણ નકાર વેદાતો હોવાથી સંસારી પુણ્ય પણ બળતું જાય છે; પરિણામે અમે પ્રત્યેક અનુભવ વખતે શુદ્ધતા તરફ ગમન કરી શકીએ છીએ. આપની કૃપાથી આપની સાથે થયેલા એકપણાના આ અનુભવને લીધે અમારે જ્યારે મન, વચન, કાયા સાથેના જોડાણવાળા ઉદયમાં રહેવાનું થાય છે, ત્યારે પણ, અમે ઉપયોગ પૂર્વક વર્તી, અલિપ્તભાવથી વર્તી, અલ્પાતિઅલ્પ કર્મબંધ થાય તેવા ઉદ્યમથી પ્રવૃત્તિ કરી શકીએ છીએ. પરિણામે કર્મના ઉદયોનું જોર નરમ પડતું જતું હોવાથી,
૬૫