________________
કેવળી પ્રભુનો સાથ
વેઠાતો નથી. હે વાસુપૂજ્ય જિન! આપ પ્રત્યેનો અમારો અનન્ય ભક્તિભાવ અમને આપનાં ચરણકમળમાં વાસ આપી, આપના સતત સાનિધ્યના અધિકારી બનાવે એ જ પ્રાર્થના કરી વંદીએ છીએ.
શ્રી શ્રેયાંસનાથ પ્રભુના નિર્વાણ પછી ૫૪ સાગર વીતતાં, શ્રી વાસુપૂજ્ય પ્રભુએ ચતુર્વિધ સંધનું નેતૃત્વ કર્યું હતું. મનુષ્ય જન્મની સફળતા માટે જ્ઞાન, દર્શન, ચારિત્રની ખીલવણી ખૂબ લાભકારી છે એ મળેલી સમજણ માટે ઉપકાર માની શ્રી પ્રભુને ભાવથી વંદન કરીએ છીએ.
૧૩ શ્રી વિમલ જિનદેવ!
આત્મવિશુદ્ધિના માર્ગમાં આગળ વધવામાં સહાયરૂપ થના૨, વિશ્વને પવિત્રતાથી ભરપૂર કરનાર, તથા પોતાના શુભ્ર તેજથી વિશ્વને પ્રકાશિત કરનાર હે શ્રી જિનપ્રભુ! આપને અતિ વિનમ્રભાવે અત્યંત ભક્તિ સહિત કોટિ કોટિ વંદન હો. આપ સર્વજ્ઞ વીતરાગની કૃપાથી અમારા આત્માએ સંજ્ઞી પંચેન્દ્રિયપણું મેળવ્યું, માનવદેહ મેળવી અમે મોક્ષમાર્ગમાં પ્રવેશ કર્યો, મિથ્યાત્વનો નાશ કરવાનો પુરુષાર્થ કરતાં કરતાં ક્ષાયોપમિક સમ્યક્ત્વના ભોક્તા થયા. જ્ઞાન, દર્શન તથા ચારિત્રની વિશુદ્ધિ દ્વારા રત્નત્રયની આરાધના કરી સર્વ કર્મોનો ક્ષય કરી, મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે, એવી માર્ગની સમજણ અમને પ્રાપ્ત થઈ, તેથી મિથ્યાત્વનો પૂર્ણ ક્ષય કરવાની અમારી તાલાવેલી વધતી ગઈ છે. આ સર્વ ભાવ પ્રાપ્ત કરવામાં નિમિત્તરૂપ હે અરિહંત! આપના અમે ખૂબ ખૂબ ઋણી છીએ. આ ઋણને યથાર્થ રીતે ચૂકવવાની પાત્રતા અમે કેળવીએ એ ભાવને સફળ કરવા અમે આપને હ્રદયથી વિનવીએ છીએ.
હે વિમલ જિન! આપ પ્રભુ પૂર્ણતાએ કર્મમલ રહિત બન્યા છો. આપની આ પવિત્રતા અમને ખૂબ આકર્ષી રહી છે; તેથી અમે પણ અમારો આત્મા જલદીથી મળરહિત થાય એવી ભાવના દ્રઢ કરી રહયા છીએ. અમારાં ખૂલવાં લાગેલાં આંતરચક્ષુ આપની કૃપાથી પૂર્ણ શુધ્ધ થાય એ ભાવ બળવાન થતો જાય છે. આ વિમળતા
મેળવવાની એવી લગની લાગી છે કે એ સિવાય અમારો આત્મા બીજે ક્યાંય પણ
૪૦