________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
૧૮ શ્રી અરનાથ પ્રભુ ! હે વીતરાગ પ્રભુ! મનનાં વિપરિત આચરણના અનેક ઉત્પાતોમાંથી અમારે સતત પસાર થયા કરવું પડ્યું છે. મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં અનેક ઉધામા કરી, ઉત્પાત મચાવી અમને સંસારના પરિભ્રમણમાં ડૂબાડવાનો સફળ પુરુષાર્થ કરી, ત્રાહિમામ કરી નાખે છે. આ નાનકડા કંથવા જેવું, છતાં સતત ઉદ્યમી મન અત્યાર સુધી અમારા વેરીની જેમ જ વર્તે છે. આવી વિચિત્ર રીતે વર્તનાર મનને વશમાં લાવી, સવળું કરીએ તો જ અમને આત્મશાંતિ અનુભવાય એમ દેઢતા થઈ છે. તો શ્રી અરનાથ પ્રભુ! આવા અટકચાળા મનને ત્વરાથી સ્વવશ કરવાનો ઉપાય અમને આપો. અમારી સ્થિતિ તો છે:
નાચ્યાં વરાળ વીજળી, મન તો અનાચ્યું, આંધ્યા ગ્રહો, નિજનું અંતર તો અજાણ્યું, આ માનવોદ્ભવ તણી મહતી પ્રવૃત્તિ!
તું ગીત એ ગણીશ વા કરુણપ્રશસ્તિ! મન, વચન અને કાયાની સોંપણી થવાથી જાગતું આનંદનું ગીત, મનને વશ કરવા જતાં કરુણપ્રશસ્તિમાં રૂપાંતરિત થઈ ગયું છે. તેને સરખું કરવા હે પ્રભુ! અમને સહાય કરો. મનરૂપ અરિને વશ કરવાનો પરમ ધર્મ – મહામાર્ગ અમે કેવી રીતે પામી શકીશું? સર્વ અરિને વશ કરનાર, અરિના નાથ થનાર શ્રી અરનાથ પ્રભુ! કૃપા કરી અમને માર્ગદર્શન આપો, અમને સન્માર્ગમાં ત્વરાથી આગળ વધારો.
હે જિનેશ્વર ! આપના શુભ આશીર્વાદની સહાયથી અમે આત્મવૈભવ માણવાની પાત્રતા વધારતા જઈએ છીએ, એ માટે અમે આપના ખૂબ ઋણી છીએ. આ ઋણનો યથાર્થ રીતે સ્વીકાર કરી, અમે આપના કહ્યા પ્રમાણે વર્તીશું. આપના થકી જ અમે જાયું છે કે શુદ્ધ આત્માનો સતત અને સાક્ષાત્ અનુભવ એ સ્વસમય અથવા સ્વભાવ છે, અને આત્મા સિવાયની અન્ય વસ્તુઓ સાથેનું જોડાણ અથવા પરની પ્રતિચ્છાયા
૫૯