________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
સંજ્ઞી પંચેન્દ્રિય થયા પછી અમારા આત્માને સ્વતંત્રતા મળી, તેમાં પણ મનુષ્ય જન્મની પ્રાપ્તિ સાથે એ સ્વતંત્રતાએ ઉત્કૃષ્ટતા ધારણ કરી હતી; મળેલી સ્વતંત્રતાનો સદુપયોગ કરવાને બદલે અમારો આત્મા સ્વચ્છંદે ચાલી, દુરુપયોગ કરી જન્મમરણના અનેક ફેરા વધારી ચૂક્યો, ભવભ્રમણ કરતો રહ્યો હતો. આ જન્મમાં અમારી સમજણે સમ્યક્ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી, હવે કોઇપણ ભવ વર્ધક પ્રવૃત્તિ કરવામાં અમારે જવું નથી, સાથે સાથે જો કોઈ પ્રવૃત્તિ અમારે પૂર્વકર્મના ઉદય પ્રમાણે કરવાની હોય તો તે સર્વ આપની આજ્ઞાનુસાર જ કરી શકીએ એ માગીએ છીએ, જેથી અનેક નવાં કર્મબંધનથી અમે બચી જઈએ. હે નીરાગી ભગવંત! અમે આપને વિનંતિ કરી છે તે આપ સ્વીકારો. અને અમે આપની આજ્ઞાનુસાર જ વર્તી શકીએ એવું માર્ગદર્શન અમને આપશો. હે વીતરાગ! ભૂતકાળમાં સ્વચ્છેદથી વર્તી, પ્રત્યેક પ્રવૃત્તિમાં અમારા આત્માએ ‘મારાપણું અનુભવ્યું હતું, સાથે સાથે તેમાં જ ખોટો ‘અહંભાવ” પણ ગૂંથ્યા કર્યો હતો. આમ અનેક રીતે સ્વચ્છેદથી વર્તી અમે નવાં નવાં બંધ બાંધી સંસાર વધાર્યો હતો. અહો દીનદયાળ! આ સ્વચ્છેદથી પૂર્ણતાએ છૂટવાનો ઉપાય અમને આપો. આપે આપેલી સમજથી અમે કહી શકીએ છીએ કે જો અમે આપની આજ્ઞામાં રહીને ચાલીએ, આપના માર્ગદર્શન અનુસાર વર્તાએ તો અમારા વર્તનમાં “મારાપણું આવતું નથી, તેમજ તેમાં “અહંભાવ' ગૂંથાતો નથી. આજ્ઞાધીન બનવાથી “આ મેં કર્યું “આ મારું છે' એ પ્રકારનાં કર્તાપણાના ભાવનો લોપ થતો જાય છે. કર્તાપણાના ભાવથી છૂટતા જવાથી નવાં કર્મબંધ ઘટતા જાય છે, તેમજ જૂનાં કર્મો ભોગવાઈને નિર્ભરતા જાય છે. આ પ્રકારે આત્મા કર્મથી છૂટી હળવો થતો જાય છે. આવી હળવાશ મેળવવા, સંસારી પ્રવૃત્તિમાં અલિપ્તતા કેળવવા અમારે શું કરવું તે બાબત અમને ત્વરાથી માર્ગદર્શન આપવાની અમારા પર કૃપા કરો. એ માર્ગદર્શનને યોગ્ય રીતે આચરી શકીએ એવા પાત્ર બનાવો. અમારાથી જે કોઈ દોષ થયા હોય, થતા હોય કે થવાના હોય તેની આપની સાક્ષીએ પશ્ચાતાપ વેદી ક્ષમા માગી, વંદન કરીએ છીએ.
પ્રભુજી! આપની કૃપા અને માર્ગદર્શનની ખૂબ આતુરતાપૂર્વક અમે રાહ જોઈએ છીએ. કૃપાના ધોધમાં સ્નાન કરાવનાર હે વિભુ! અમને સમજાયું છે કે “જીવને
પ૩