________________
ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ
ન થઈએ, આદરેલું કાર્ય અપૂર્ણ ન છોડીએ એ જ અમારી વિનંતિ તથા પ્રાર્થના હે અધ્યાત્મ યોગી! પૂર્ણ કરજો .
શ્રી સદ્ગુરુના બોધથી આંતરદૃષ્ટિ કરતાં અમે આપને અમારા હૃદયમાં પ્રકાશ સાથે બિરાજતા દેખીએ છીએ. એ પ્રકાશમાં આપને પ્રસ્થાપિત જોતાં આપની અને આપના ગુણોની ઓળખ અમને થવા લાગી છે. અને તેના અનુસંધાનમાં અમને આપણા વચ્ચેનો ભેદ પ્રત્યક્ષ થતો જાય છે. અમે રાગી છીએ, મોહાદિમાં ફસાયેલા છીએ, ત્યારે તમે નિરાગી, નિર્વિકારી અને નિર્બધ છો. અમારાં મન, વચન, કાયાની આપને આ રીતે આંશિક સોંપણી થતાં, પાંચમાં ગુણસ્થાને આવતાં, આંતર્ સન્મુખ થવાની પ્રક્રિયા ઉદિત થવાથી અમને આપણા બે વચ્ચે રહેલો આ ભેદ સ્પષ્ટ રીતે જણાય છે, આપણા વચ્ચે રહેલું આ અંતર અમને ખૂબ સતાવે છે, અને આ જુદાઇ તોડવાનો પુરુષાર્થ કરવા અમને પ્રેરે છે.
હે દીનાનાથ! અમને નિશ્ચય થયો છે કે સહુ જીવોના હૃદયમાં જ આત્મગુણોનો ભંડાર સચવાયેલો હોય છે, પણ તેના તરફ દુર્લક્ષ સેવીને, સ્વચ્છેદથી વર્તીને જગતજીવો તેને ઓળંગી જાય છે – ઉલ્લંઘી જાય છે; કારણ કે પરમાત્મારૂપી પ્રકાશ વિના એ ખજાનો જોયોજાયો જતો નથી. જ્યાં સુધી આ પરમાત્મજ્યોતિ પ્રકાશતી નથી,
ત્યાં સુધી એક આંધળા પાછળ બીજો આંધળો દોડે અને મૂળ ચૂકાઈ જાય તેવા હાલ થાય છે. પરંતુ આપ જેવા અદ્ભુત દીનબંધુની ઓળખ થતાં અમે આવા બેહાલથી બચી ગયા, એ સદ્ભાગ્ય મેળવવા માટે આપનો ખૂબ આભાર માનીએ છીએ. અને અમારા આ સદ્ભાગ્યને વર્ધમાન કરી, આંશિક અર્પણતાને પૂર્ણ અર્પણતામાં પરિવર્તિત કરવા માટે વેગવાન પુરુષાર્થ કરાવો એ વિનંતિ સાથે ખૂબ ભાવથી આપને વંદન કરીએ છીએ.
શ્રી અનંતનાથ પ્રભુનાં નિર્વાણ પછી ચાર સાગરોપમ કાળ વ્યતીત થતાં આપ શ્રી ધર્મનાથ પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ધર્મરાજ્ય સ્થાપ્યું હતું. પ્રભુમાં જે ઝડપથી શ્રદ્ધા વધતી જાય છે, તે ઝડપથી જીવ ગુણસ્થાન ચડતો જાય છે તેની સમજણ પ્રત્યેક તીર્થંકર પ્રભુ વચ્ચેના આંતરાનો ગાળો વિચારતાં સ્પષ્ટ થતી જાય છે.
૫૧