________________
કેવળી પ્રભુનો સાથ
સંસારથી છૂટવાની ભાવના જાગવી' એ શાંતિ પ્રાપ્ત કરવાનું પહેલું પગથિયું છે. સંસાર ભ્રમણથી છોડાવનાર શ્રી પ્રભુ પ્રતિ પ્રેમ જાગવો, ભક્તિ જાગવી એ શાંતિ મેળવવા માટેનું બીજું પગથિયું છે. “શ્રી પ્રભુની ઓળખ કરાવનાર, સમ્યક્દર્શી, સંવરના આરાધક, પવિત્ર અનુભવના આધારરૂપ એવા શ્રી ગુરુની પ્રાપ્તિ થવી' તે શાંતિ પ્રાપ્ત કરવા માટેની ત્રીજી અવસ્થા છે. ‘શ્રી ગુરુના બોધની પ્રાપ્તિ તથા તે બોધનું આત્મામાં ઉતારવું એ શાંતિને આત્મા સાથે જોડનાર ચોથું સોપાન છે. દુષ્ટ જનોની સંગત છોડી, સદ્ગુરુને ભજે તથા પોતાના સર્વભાવો પ્રભુને અર્પણ કરી વર્તે તો શાંતિ મેળવવાનું એક નવું સોપાન સિધ્ધ થાય છે.
ઉત્તમ ગુણોના ધારક પ્રભુજી! આપને અમારા મન, વચન તથા કાયાનું સમર્પણ કરવાથી અમને કેટલો મોટો લાભ થયો છે! અર્પણતા કરવાથી અમારાં સ્વચ્છેદ અને અહંમનપણું છૂટતાં જાય છે, તેને લીધે આ જગતનાં પદાર્થો પ્રત્યેના રાગદ્વેષના ભાવો લુપ્ત થતા જાય છે, અને સમભાવ પ્રગટતો જાય છે. વળી લાભ-અલાભ, માન-અપમાન, સુવર્ણ-પથ્થર, વંદક-નિંદક વગેરે દ્વતો વચ્ચેનો ભેદ ટળતો જાય છે, જગતનાં સર્વ જીવો-શત્રુ કે મિત્ર પ્રતિ પણ સમભાવ પ્રગટતો જાય છે. જેની અંતિમ સિદ્ધિ રૂપે સંસાર અને મુક્તિ વચ્ચેનો ભેદ પણ નીકળી જાય છે. આવું અપૂર્વ સમભાવપણું અને અલિપ્તપણું પ્રગટાવવાના અને કામી બન્યા છીએ.
ઓ રાગરહિત પ્રભુ! આવી ભાવના કરતાં કરતાં કોઈ અભુત ક્ષણે તમારા અંતરંગ સ્વરૂપનાં અમને દર્શન થયાં. ત્યારે અમારા સર્વ મનોવાંછિત ભાવ સિદ્ધ થયા હોય તેવો તૃપ્તિનો આનંદ અને અનુભવ્યો. એ ક્ષણે અમારા આત્મામાંથી મન, વચન તથા કાયા સાથેનું મારાપણું છૂટી ગયું, અને તે ત્રણે યોગ તમને અર્પણ કરી દેવા અમે ભાગ્યશાળી થયા-સફળ થયા. આ ‘મારાપણા' નો બોજ અમારા આત્મામાંથી નીકળી જતાં, અમને ખૂબ હળવાશ, અત્યંત આનંદ અને અવર્ણનીય શાંતિ અનુભવાય છે. આવાં અભુત તત્ત્વોનું દાન આપનાર આપનો મેળાપ અમને થયો, એ મિલન અમને ધન્ય ધન્ય કરે છે, કૃતાર્થતા આપે છે. આપના જેવા શુધ્ધાત્મા થવાનો અમારો અભિલાષ હવે થોડા કાળમાં પૂરો થશે એ જાણકારીથી અમે આપના શુદ્ધાત્માના
૫૪