________________
કેવળી પ્રભુનો સાથ
વૃત્તિને પોષણ આપી ‘સ્વચ્છંદ’ નામના મહાબળવાન રાક્ષસી શત્રુથી અમારું રક્ષણ કરજો. આપની આ માટેની કૃપા મેળવવા ઉપકાર માની વંદન કરીએ છીએ.
શ્રી વિમલનાથ પ્રભુના નિર્વાણ પછી નવ સાગર વીત્યે શ્રી અનંતનાથ જિને ભરતક્ષેત્રે ધર્મચક્રી બની કલ્યાણ ક્ષેત્ર દીપાવ્યું. શુદ્ધ સમકિત પામ્યા પછી શદ્ધ ચારિત્ર કેળવવાની તૈયારી કરવી સુલભ અને સરળ થતી જાય છે તે બે જિનેશ્વરના ઘટતા જતા આંતરાથી આપણને અનુભવાય છે.
૧૫ શ્રી ધર્મનાથ પ્રભુ!
શ્રી વિમલનાથ પ્રભુની કૃપાથી અમને નિર્મળ આંતરચક્ષુ પ્રાપ્ત થયાં, અર્થાત્ ક્ષાયિક સમકિત અમારું સાથીદાર થયું. શ્રી અનંતનાથ પ્રભુની કૃપાથી અમારી સત્ય ધર્મ પાળવાની વૃત્તિ બળવાન થઈ. તો ધર્મનાથ પ્રભુજી! અમારા સ્વચ્છંદને ડામવામાં અમને સહાય કરો. અમે અમારી આત્મદશા પ્રમાણે યોગ્ય વર્તન કરતા રહી ધર્મને આધારે જીવીએ એવી સન્મતિના ધારક કરો. તમે તો ધર્મના નાથ છો, ધર્મના મૂળભૂત પાયારૂપ છો, આપ થકી જ અમને સાચું ધર્મ આરાધન મળે તેમ છે, તે આરાધન યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં સમજવા તથા પાળવા માટે સુપાત્ર રહીએ એવી કૃપા કરો.
આ અહોભાગ્યને માણવા હે પ્રભુ! આપના ગુણોનું ગાન કરવા ઉત્સાહીત થયા છીએ. હવે સાચી ધર્મઢઢતા આવતી ગઈ છે, તેથી અમને કોઈ તમારાથી વિખૂટા ન કરે એ જ માગીએ છીએ. તમે તો હવે અમારા હ્રદયમાં આવ્યા છો, અમારા મનમંદિરમાં તમારો પ્રવેશ થયો છે, તેથી ભાવિમાં તમારા સ્થાને અન્ય કોઇનો પ્રવેશ શક્ય જ નથી. આ અમારા ભક્તકુળની પરંપરા છે. તે પરંપરા સાચવવા માટે આપના ગુણગાન કરવામાં કોઈ જાતનો ભંગ-કચાશ આવે નહિ તેવી કૃપા કરજો.
હે જિનરાજ! અમારા હ્રદયમંદિરમાં તમારી સ્થાપના કરી, તે સ્થાન અન્ય કોઈને આપવું નહિ એવી ભક્ત કુળની રીત જાળવી, અમે ધન્ય થવા ઇચ્છીએ છીએ. બીજી રીતે જણાવીએ તો એમ કહેવાય કે આપને છોડી બીજા કોઈના પણ શરણે જવા અમે
૪૮