________________
કેવળી પ્રભુનો સાથ
મેળવવાનો આરંભ થઈ ચૂક્યો છે, કારણ કે આપના જેવું બળવાન છત્ર જેને હોય તે મામુલી કર્મોથી થોડો જ હાર પામે? આપના આશીર્વાદ અને આપની કૃપાના સાથથી અમે આ જગતનાં ભૌતિક સુખોની લાલચથી બચી જઈશું એનું દઢત્વ થયું છે. અત્યાર સુધી આપે પ્રાપ્ત કરેલા શાશ્વત સુખની અમને ઓળખ નહોતી, આપનાં શાશ્વત રહેણાંકનો અમને પત્તો ન હતો, તે હવે મળી જતાં, તે સ્થાને પહોંચવાની અમારી તાલાવેલી એવી વેગવતી બની છે કે આ જગતનાં ક્ષણિક એવાં ભૌતિક સુખો અમને કોઈ પણ પ્રકારે આકર્ષી શકશે નહિ. આપના આ ઉપકારને અમારા સમય સમયના વંદન હોજો.
અમારી મિથ્યાષ્ટિનો અને અનંતાનુબંધી ચોકડી (ક્રોધ, માન, માયા, લોભ) નો ક્ષય થવાથી અમે જોઈ શકીએ છીએ કે આપ સમર્થ પ્રભુના ચરણમાં ત્રિભુવનની શોભારૂપ પારમાર્થિક ભાવલક્ષ્મી વસી છે. લક્ષ્મી સમુદ્રપુત્રી છે, વળી કમળ પણ કાદવમાં રહેવા છતાં પવિત્ર જ રહે છે, તે ગુણના કારણે આકર્ષાઈને લક્ષ્મી પવિત્ર કમળના ફૂલ પર આસન સ્વીકારે છે, આમ લક્ષ્મીનું સ્થાન પવિત્રતાની સાથે રહેલું છે. એ જ રીતે કેવળલક્ષ્મી સમલ અને અસ્થિર એવા કમલાસન કરતાં નિર્મળ, નિષ્પાપી તથા સ્થિરતાવાળા આપ પ્રભુના પવિત્ર ચરણકમળથી આકર્ષાઈ ત્યાં જ સ્થિરતા કરીને રહી છે, તે તમારાથી અંશ માત્ર દૂર જતી નથી.
અમારી દૃષ્ટિ શુદ્ધ થઈ હોવાથી અમને તમારા અદ્ભુત ગુણોની સુગંધ મળતી રહી છે. આ ગુણોની સુગંધથી આકર્ષાઇને અમારો આત્મભમર તમારા ચરણકમળમાં એવો લીન બન્યો છે કે સુવર્ણમય મેરુપર્વત, ઈદ્ર, ચંદ્ર, નાગેંદ્ર પણ તેને આકર્ષ શકવાના નથી. આપનાં ચરણકમળમાં વસેલી કેવળલક્ષ્મી કરતાં અન્ય સહુની સમૃદ્ધિ સાવ તુચ્છ છે, રાંક છે એની પ્રતીતિ અમને વધતી ગઈ છે. પરિણામે અમારું મન તમારામાં એવું એકાકાર થયું છે કે ત્યાંથી છૂટા થવાનું જરાય રુચતું નથી.
અમારું એ પરમ સૌભાગ્ય છે કે પરમ ઉદાર, સામર્થ્યવાન અને આત્માના વિસામારૂપ આપને અમે મેળવી શક્યા છીએ. તમારી વિમળતાના દર્શન થયા પછી, અમને અમારા સ્વરૂપની શુદ્ધિ કરવામાં કોઈ સંશય બાકી રહયો નથી; તમે પૂર્ણ છો,
૪૨