________________
કેવળી પ્રભુનો સાથ
ચાલ્યા કરે છે. જે પ્રવૃત્તિ આત્માને શીતળ કરે છે, શાંત કરે છે અને એ શાંતિ તથા શીતળતાને દેહવ્યાપી બનાવે છે તેનો પરિચય વધારવા માટે અમને ઉત્સાહ મળ્યો. શ્રી પ્રભુમાં પરસ્પર વિરોધી જણાતાં તત્ત્વો પણ એકસાથે મિત્રરૂપે કેવી રીતે રહી શકે છે તેની જાણકારી થતાં, અમારી અનુભવાતી શીતળતા અને આનંદમાં ઉછાળો આવ્યો. આત્મા જેમ જેમ પવિત્ર અને શુધ્ધ થતો જાય છે તેમ તેમ તે શાંત અને શીતળ થતો જાય છે, અને ક્રમે ક્રમે તે વધતાં વધતાં દેહવ્યાપી પણ થઇ શકે છે એ અનુભવ મૌક્તિક મળ્યું, સાથે સાથે જ્ઞાનનાં આવરણો તૂટતાં આ અનુભવને જીવ સારી રીતે માણી પણ શકે છે, એ સુંદર અનુભવમૂલક સમજણ આવતાં, આ શીતળતા તથા શાંતિના ગુણો અમારા જીવનમાં પ્રગટાવવા તથા વર્ધમાન કરતા જવાની અભિલાષા અમારામાં શ્રી શીતલનાથ પ્રભુની કૃપાથી જાગી, તે માટે શ્રી પ્રભુ! આપને અમારા વિનયભક્તિ સહિતના અગણિત વંદન હો, વંદન હો.
આ બંને પ્રભુજીએ વરસાવેલી કૃપા સાથે, અહો શ્રી શ્રેયાંસનાથ પ્રભુ! આપની કૃપાનો ત્રિવેણી સંગમ માણવા અમે ખૂબ જ આતુર બન્યા છીએ. આપે સ્વીકારેલા ઉત્તમ આચરણના સર્વ શ્રેયકારી તત્ત્વોના અંશો અમને કૃપા કરીને આપ્યા, તેથી અમે ધન્યતા અનુભવીએ છીએ. જે ચારિત્રનું તમે પૂર્ણતાએ પાલનો કરો છો, તેના અંશોનું પાલન કરવાની શક્તિ અમને આપીને અમને કૃતાર્થ કર્યા છે. આપે અમને સંસારી – અસંસારી વચ્ચેનો ભેદ પ્રત્યક્ષ કરાવી, સત્ય આચરણના પંથે વાળ્યા છે, તે ઉપકારને અમે હવે કદી પણ વિસરશું નહિ. આપ પ્રભુજીને અમારા આત્મભાવથી કોટિ કોટિ વંદન હોજો .
અહો જિનવરદેવ! જ્ઞાન, દર્શન તથા ચારિત્રની વિશુદ્ધિનો ત્રિવેણી સંગમ કેવી રીતે કરી શકાય તેનું સ્પષ્ટીકરણ અમને તમારી પાસેથી મળ્યું છે. સમજણને સમ્યક કરવાથી, શુધ્ધ કરવાથી અજ્ઞાન જ્ઞાનસ્વરૂપ પામે છે; તેના અનુભવથી દર્શન – શ્રદ્ધાન ચોખ્ખું થાય છે, પરંતુ આત્માને અજવાળવાનો માર્ગ જાણ્યા પછી પણ તેનું પાલન કરી શકાય નહિ તો, આત્મશુદ્ધિ યથાર્થતાએ થઇ શકતી નથી; આ પરથી અમને ચારિત્રની મહત્તા સમજાઈ છે. માર્ગનું યથાર્થ પાલન કરવું એ જ સાચું ચારિત્ર, એ વિશેની યોગ્ય
૩૨