________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
થતી જાય છે, પરિણામે સંસાર વધારનાર નવાં કર્મો ઓછા બંધાય છે, એટલું જ નહિ, ભવિષ્યમાં પરિષહ અને ઉપસર્ગ રૂપે ભોગવવા પડે તેવાં કર્મબંધ નહિવત્ થઈ જાય છે. આમ શ્રી સુવિધિનાથ પ્રભુ! શીતલ જિન! તથા શ્રી શ્રેયાંસનાથ વિભુ! આપની કૃપાથી જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણી કરતા જવા માટેના ઉપાયો અમને મળ્યા તે માટે આભારવશ બની, ઉપાયોનું યોગ્ય પાલન કરીએ એવા આશીર્વાદ માગી, વિનયભાવથી વંદન કરીએ છીએ. - શ્રી શીતલનાથ પ્રભુના નિર્વાણ પછી એક કરોડ સાગરોપમમાં સો સાગરોપમ ઓછા રહયા ત્યારે શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું ધર્મરાજ્ય પ્રવર્યું હતું. બે પ્રભુજી વચ્ચેના ઘટતા જતા અંતરથી આપણે સમજી શકીએ છીએ કે જ્ઞાન દર્શનની વિશુદ્ધિ થતાં પુરુષાર્થી જીવને ચારિત્રની વિશુદ્ધિ કરવામાં શ્રમ ઓછો થાય છે, ઉચ્ચ તત્ત્વોની પ્રાપ્તિ થતાં, તેનાથી ઉતરતી કક્ષાનાં તત્ત્વોનું આકર્ષણ ઘટતું જાય છે, તેથી અલાભકારી તત્ત્વોનો ત્યાગ જીવ પ્રાપ્ત થયેલા સારાસાર વિવેકને કારણે સહેલાઈથી કરી શકે છે. આત્માના અનંત સુખની અભિલાષા પાસે સંસારી સુખનો ભાવ ત્વરાથી ગૌણ બનતો જાય છે.
૧૨ શ્રી વાસુપૂજ્ય સ્વામી ! શ્રી વાસુપૂજ્ય દેવ! આપને અત્યંત ભક્તિથી અમારા કોટિ કોટિ વંદન હો. આપ પ્રભુ સર્વ ઇન્દ્રોને પણ પૂજનીય બન્યા છો, એ આપનું અનન્યપણું પ્રગટ કરે છે. દેવગતિમાં અનેકાનેક સુવિધાઓ રહેલી છે. દેવોને કોઈ જાતના રોગ હોતા નથી, અવધિ કે કુઅવધિ જ્ઞાન હોવાથી તેમને પૂર્વ કે ભાવિ ભવોની ઝાંખી મળ્યા કરે છે. સહુ દેવોને પોતાનાં સ્વતંત્ર ભુવનો હોય છે, સર્વ ઈચ્છાઓ પૂરી કરવા માટે અનેક કલ્પવૃક્ષોની હારમાળા હોય છે. કેટલાંક વૃક્ષો આહાર પૂરો પાડે છે, કેટલાંક વૃક્ષો વસ્ત્રો પૂરાં પાડે છે, કેટલાંક વસ્ત્રાભરણ આપે છે, કેટલાંક રત્નાદિ આપે છે, કેટલાંક વૃક્ષો વાજિંત્ર આદિ સાધનો આપે છે ઇત્યાદિ. ટૂંકાણમાં કહીએ તો પ્રત્યેક પ્રકારની શાતા અને સુવિધા આપનાર જાતજાતનાં અને ભાતભાતનાં કલ્પવૃક્ષોથી
૩૫