________________
કેવળી પ્રભુનો સાથ
દેવભૂમિ સુશોભિત રહે છે. વળી, અનેક પ્રકારે શાતાનો ભોગવટો કરવાનાં સાધનો દેવોને ઉપલબ્ધ હોય છે. જાતજાતનાં મનોરંજન માટેના સાધનોનો ત્યાં તૂટો નથી. આમ અનેકવિધ સુવિધાથી ભરપૂર આ દેવભૂમિ છે. ત્યાંના પુણ્યવંતા દેવો ઘણા લાંબા આયુષ્ય સાથે આવા સુખથી ભરપૂર વાતાવરણમાં રહે છે, અને જગતમાં પ્રાપ્ત થતી ઉત્તમોત્તમ સુવિધાઓ માણે છે. આવા દેવગતિના સામ્રાજ્યમાં રાજા સમાન જે દેવો છે તે ઇન્દ્ર કહેવાય છે. વાસુ એટલે ઇન્દ્ર. આ ઈન્દ્રોની સમૃદ્ધિ અન્ય દેવો કરતાં ઘણી ઘણી વધારે હોય છે. એ પરથી ઈન્દ્રોની રિદ્ધિ સિદ્ધિની તો કલ્પના જ કરવાની રહે છે. વળી, જેમ જેમ ઊંચા લોકના દેવો હોય તેમ તેમ તેમની સમૃદ્ધિ વધતી જાય છે. આવા ઈન્દ્રો સામાન્ય રીતે પોતપોતાના નાચગાન અને સુખસમૃદ્ધિના ભોગવટામાં સમય પસાર કરે છે. આવા સમૃદ્ધિવાન ઈન્દ્રોને પણ પૂજનીય એવા વાસુપૂજ્ય સ્વામી! તમારું આવું અનન્યપણું અમારી પાસે મનુષ્યપણાનું શ્રેષ્ઠત્વ પણ પ્રગટ કરે છે.
આપે જ્યારે સર્વકાળ માટે જ્ઞાન, દર્શન તથા ચારિત્રની એકતા કરી અપૂર્વ એવું કેવળજ્ઞાન પ્રગટાવ્યું ત્યારે દેવલોકમાં રહેલા સર્વ ઇન્દ્રોએ જ્ઞાનકલ્યાણક ઉજવ્યું હતું, તે અમને સમજાવે છે કે તેમને મળેલી રિદ્ધિસિદ્ધિ કરતાં તમારી જ્ઞાનરુદ્ધિનું મહત્વ તેમને ઘણું વિશેષ હતું. તમારા આત્મિક સુખ આગળ તેમને પોતાનું ભૌતિક સુખ ઘણી ઊતરતી કક્ષાનું લાગતું હતું. તેથી તેઓ અત્યંત વિનયભાવથી આપનો બોધ મેળવવા બધું છોડીને દોડી આવ્યા અને પોતાના હજાર હજાર મુખ વિકુવ, પ્રત્યેક મુખદ્વારા આપની ગુણગાનભરી સ્તુતિ કરવા લાગ્યા. આ ઈન્દ્રોને પોતાના હજાર મુખ પણ તમારી સ્તુતિ કરવા માટે ઓછા લાગવા લાગ્યાં. આ પરથી અમને તમારા અદ્ભુત મહાત્મયની જાણ મળી છે.
આવો સુંદર જ્ઞાનોત્સવ ઉજવ્યા પછી, જ્યારે જ્યારે તમારી દેશના પ્રકાશ પામવાની હોય ત્યારે ત્યારે તેઓ મહામંગળમય એવા સમવસરણની રચના કરે છે. જેમાં અશોકવૃક્ષ, સુવર્ણનું સિંહાસન, અર્ચત પુષ્પોની વૃષ્ટિ, દેવદુંદુભિનો નાદ, તથા રૂપાનો ગઢ અને સોનાનાં કાંગરા, સોનાનો ગઢ અને રત્નનાં કાંગરા, રત્નનો
૩૬