________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
પ્રગતિમાં કોઈ વિશેષ અવરોધો કે નડતર આવી શકે નહિ, તે ઉપરાંત અમે અમારા આત્માના ગુણો જાણી શકીએ તથા માણી શકીએ. આમ આપને વરેલી ઉત્તમોત્તમ શીતળતાના અંશો અનુભવતાં અનુભવતાં અમે તેની વૃદ્ધિ કરતા જઈએ.
તમારામાં અનેક વિરોધી દેખાતા ગુણો એક સાથે કેવી રીતે રહી શક્યા છે તે અમારી અલ્પમતિના કારણે તથા જ્ઞાનાવરણના દોષથી અમને સ્પષ્ટ થતું નથી. તો અમારા પર વિશેષ કૃપા વરસાવી અમને સમજણની સ્પષ્ટતા આપો. અહો સર્વશ્રેષ્ઠ વિભુ! સુજ્ઞ મુનિજનોએ આપનો પરિચય આપતાં અમને જણાવ્યું છે કે –
૧) તમારામાં કરુણા – કોમળતા, તીક્ષ્ણતા તથા ઉદાસીનતા એક સાથે વસે છે. (૨) ત્રિભુવન પ્રભુતા, નિર્ગથતા તથા ત્રિભુવન પ્રભુતા નિર્ચથતા રહિતપણું એ ત્રણે આપમાં એક સાથે રહેલાં છે. (૩) વળી આપ યોગી, ભોગી તથા યોગભોગ રહિત છો સાથે સાથે (૪) તમે વક્તા, મૌની છતાં વક્તામોનીપણાથી મુક્ત છો! વગેરે.
અમારી અર્ધવિકસિત બુદ્ધિથી વિચારવા જતાં અમને આ ગુણોમાં પરસ્પર વિરોધ દેખાય છે અને અમારા મનમાં પ્રશ્નોની મોટી હારમાળા ઊભી થાય છે. (૧) બીજાનું દુઃખ દૂર થાય એવા ભાવ તે કરુણા, સાથે દુઃખ દૂર કરવા પ્રયત્ની થવું તે કોમળતા, એમ સમજાય છે. વળી બીજાનું દુઃખ જોઈ રાજી થવું તે તીક્ષ્ણતા, અને અન્યના દુ:ખ પ્રતિ નિષ્ક્રિય કે તટસ્થ રહેવું તે ઉદાસીનતા. આ ત્રણે વિરોધી તત્ત્વો આપમાં એક સાથે કેવી રીતે રહે છે તે જરા પણ સમજાતું નથી. (૨) વળી તમારામાં ત્રિભુવન પ્રભુતા એટલે કે ત્રણ જગત (દેવલોક, મનુષ્યલોક તથા નરક) પરનું આધિપત્ય છે, નિર્ગથતા એટલે સર્વસંગ પરિત્યાગ છે અને એ જ વખતે આ બંનેથી રહિતપણું છે; આ ત્રણમાં જણાતા વિરોધનું સમાધાન અમને મળતું નથી. (૩) તમે યોગી છો અર્થાત્ આત્મઆરાધક છો, સાથે ભાગી એટલે સર્વ ભોગવટો કરવા યોગ્ય પદાર્થોના ભોક્તા પણ છો, એટલે કે યોગનો ત્યાગ અને ભોગમાં આસક્તિ છે તે સાથે કેમ હોઈ શકે? એટલું જ નહિ પણ તમે યોગભોગથી મુક્ત પણ છો. આ વિધાન ખૂબ મુંઝવણ આપે છે. (૪) આપ વક્તા છો – ઉપદેશ આપો છો, સાથે મૌની અર્થાત્ મૌન પણ
૨૭