________________
ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ
કર્યા પછી માર્ગનું જાણપણું લેવામાં ખૂબ લાંબો ગાળો જતો નથી. વળી ક્ષયોપશમ સમકિતનો ઉત્કૃષ્ટ કાળ છાંસઠ સાગરોપમનો છે, એ કાળ સુધીમાં જો ક્ષાયિક સમકિત ન થાય તો સમકિત વમાઈ જાય છે. સકિત વમવાના માર્ગે ન પ્રવર્તવું હોય તેણે વિકાસ કરવા પ્રભુ પ્રતિનું શ્રદ્ધાન દઢ કરતા જઇ જ્ઞાન, દર્શન તથા ચારિત્રની વિશુદ્ધિ કરતા જવું જોઇએ.
૧૦ શ્રી શીતલનાથ પ્રભુ !
અમારા આત્મામાં શીતળતાની અને સુખની લહેરી પાથરનાર શ્રી શીતલનાથ પ્રભુ! આપને અમારા કોટિ કોટિ વંદન હો. અત્યાર સુધી જે કંઈ આત્માનુભૂતિ અને આત્મમાર્ગ અમને પ્રાપ્ત થયાં છે, તેના ફળ રૂપે આપની આશ્ર્ચર્યકારક કૃપાથી અમારા અંતરમાં શીતળતા ઠંડક પ્રસરી રહી છે. જે જે અનુભવ થયા છે, જે જે માર્ગદર્શન મળ્યું છે તેની ઉત્તમતા અને મહત્તા અમને જેમ જેમ સમજાતી જાય છે, તેમ તેમ તેની સ્મૃતિ અમને અમૃતમય શીતળતાનો અનુભવ કરાવે છે; ઉપરાંત વિશેષ આગળ વધવા અમને ખૂબ પ્રોત્સાહિત કરે છે.
શ્રી સુવિધિનાથ પ્રભુ પાસેથી અમને મોક્ષમાર્ગ કોને કહેવાય, તથા તે કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેનું પ્રાથમિક માર્ગદર્શન મળ્યું. બીજી રીતે કહીએ તો માર્ગમાં ચાલવાની પ્રવૃત્તિ, માર્ગાનુસારીપણું ક્યારથી કહેવાય તેની થોડી જાણકારી મળી, જેના થકી અમારી એટલી પાત્રતા વધી. અનંતાનુબંધી કષાય તથા મિથ્યાત્વનો ક્ષયોપશમ થવાથી સમ્યક્દર્શન તથા સમ્યજ્ઞાનની પ્રાપ્તિ જીવને થાય છે. મોહનીય કર્મના બે ભાગ – દર્શનમોહ અને ચારિત્રમોહ છે. દર્શનમોહની ત્રણ પ્રકૃતિ – મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય તથા સમ્યક્ત્વ મોહનીય છે, અને ચારિત્ર મોહની પચ્ચીસ પ્રકૃતિ છે – ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયની અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખાની અને સંજ્વલન એ ચાર પ્રકૃતિ ગણતાં સોળ પ્રકૃતિ બને, અને તે ઉપરાંત
આ કષાયોને ઉદ્દીપ્ત કરનાર નવનોકષાય છે. જે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા અને ત્રણ વેદ તરીકે ઓળખાય છે. આ મોહનીયની અઠ્ઠાવીસ પ્રકૃતિમાંથી
૨૫