________________
ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ
આ અનુભવથી અમને સમજાયું કે કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે ઉપાદાન તથા નિમિત્તની જરૂર છે, પરંતુ એ બેમાં વિશેષ મહત્વ ઉપાદાનને આપવું યોગ્ય છે. જીવની જો પાત્રતા તૈયાર થાય તો તેને વિકસાવવા નિમિત્ત ગમે ત્યાંથી આવી મળે છે, અને જીવમાંથી શિવ થાય છે; પરંતુ જો પાત્રતા જ ન આવી હોય તો ઉત્તમમાં ઉત્તમ નિમિત્ત પણ નિષ્ફળ જાય છે, એટલું જ નહિ પણ ક્યારેક તો તે મહાબંધનનું કારણ પણ બની જાય છે. ઉદા. મહાવીર તથા ગોશાળાનો થયેલો મેળાપ.
અહો! શ્રી સુપાર્શ્વ પ્રભુ! આપની કૃપાથી ઉપાદાન તથા નિમિત્તનો સુમેળાપ થતાં, અમારાં જન્મમરણનાં અનેક કષ્ટો કપાઈ ગયાં છે. અમારું પરિભ્રમણ ઘણું મર્યાદિત થયું છે. આપ સહુની ઉત્તમ કૃપા થકી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવનો સંસાર અમારે બાકી રહયો છે. વળી આપના અનંતે ગુણોનો એક એક અંશ અમને મળ્યો છેઃ સર્વ ગુણાંશ તે સમ્યકત્વ. આને લીધે તમારા અદ્ભુત ગુણોનો લક્ષ અમને આવે છે. અને સ્પષ્ટ સમજાય છે કે તમે જ (તીર્થંકર પ્રભુ જ) સાચી સુખસંપત્તિ પ્રાપ્ત કરવાના કારણરૂપ છો, ભવસાગર તરવા માટે તમે ઉત્તમ સેતુરૂપ છો, તમે જ અમૃત જેવા શાંતરસના સમુદ્ર છો, તમે શિવ છો – અશુભનો નાશ કરી કલ્યાણના કર્તા છો, તમે શંકર સદા સુખ આપનાર છો; જ્ઞાનાનંદસ્વરૂપ છો, તમે જ વીતરાગ, સ્થિરયોગવાળા, પરમાત્મસ્વરૂપ, પરમ દેવ, વિશ્વને કૃપાથી ભરનાર, હ્રશિકેષ (શિક – ઇન્દ્રિયના ઈશ – સ્વામી) ઇન્દ્રિયોના સ્વામી, જગતના નાથ, અઘ અર્થાત્ પાપના હરનાર, અઘમોચન – અર્થાત્ પાપથી છૂટેલા, મુક્તિ મેળવવામાં સાથ આપનાર છો. ઈત્યાદિ. આપના આવા અનેક ગુણોનો અમને અનુભવ થાય છે.
–
=
શ્રી સુપાર્શ્વ જિન! આપનું આવું કલ્યાણકારી અનન્ય શરણ પ્રાપ્ત થવાથી, તથા તમારા અવર્ણનીય ગુણોનો પરિચય થવાથી, અમારાં કામ, ક્રોધ, મદ, હર્ષ, રાગ, દ્વેષ અને મિથ્યાત્વ એ સાત ભય દબાઈ ગયા છે; અને તે બધાનો પૂર્ણતાએ ક્ષય થવાનો જ છે, તે માટે આપનું અભયવચન અમને મળી ગયું છે.
૧૭