________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
આશીર્વાદ ઈચ્છીએ છીએ, જેના આધારે અમે અમારી આત્મશુદ્ધિ અને આત્મસ્થિરતા કેળવવા ભાગ્યશાળી થઈએ.
શ્રી સુમતિનાથ પ્રભુના નિર્વાણ પછી ૯૦ હજાર કરોડ સાગર વ્યતીત થયા, ત્યારે શ્રી પદ્મપ્રભુ સ્વામીએ ભરતક્ષેત્રમાં ચતુર્વિધ સંઘની સ્થાપના કરી હતી. ઉપશમ સમકિત મેળવ્યા પછી ક્ષયોપશમ સમકિત મેળવતાં પહેલાં જીવે ઘણી ચડઉતરમાંથી પસાર થવું પડે છે. યથાપ્રવૃત્તિકરણ સુધી આવીને જીવ અનેક વખત પાછો પડી જાય છે. યથાપ્રવૃત્તિકરણ એટલે પ્રત્યેક કર્મને (આઠે કર્મને) એક ક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિથી ન્યૂન કરવા. આ સ્થિતિએ જીવ આવે ત્યારે જ તે સમ્યક્ત પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરી શકે છે. પણ કર્મના દબાણને કારણે, પોતાના પ્રમાદને કારણે કે અન્ય કોઈ ખામીના કારણે યથાપ્રવૃત્તિકરણ સુધી આવી જીવ પાછો પડી જાય છે, અને સમ્યકત્વ મેળવી શકતો નથી. આમ ઘણી વખત પુરુષાર્થ કર્યા પછી, એક વખત ખૂબ બળવાન બની, મોહને તોડી, ઉપશમ સમકિતને વર્ધમાન કરતો જાય છે. આમ ઉપશમ સમકિત વર્ધમાન કરતાં તે મોહનો ઉપશમ – દબાવ કરે છે. અને થોડા કાળમાં મોહનો ઉદય આવતાં તે પાછો નીચે ઊતરી આવે છે – પહેલા ગુણસ્થાન સુધી. શુદ્ધિકરણની આ પ્રક્રિયા અમને આપના ‘પદ્મ' નામથી સૂચવાઈ, તે માટે અમે તમારા ખૂબ ખૂબ આભારી છીએ. હે પ્રભુ! આવા શુદ્ધિકરણની વૃદ્ધિ માટે આપની શક્તિ અને પ્રેરણાનું દાન અમને આપજો .
૭ શ્રી સુપાર્શ્વ જિન ! શ્રી સુમતિનાથ પ્રભુની કૃપાથી થયેલી સવળી મતિએ અમારા આત્માને ઉપશમ સમકિતનો ભોક્તા બનાવ્યો. પ્રભુજી! તે પછી અમારા આત્માએ ઘણાં ઝોલાં ખાધાં. દેહથી ભિન્ન થઈ શાતા તથા શાંતિ પામવાનો અમારો જે અનુભવ હતો, તે અનુભવ અમારા આત્માને વારંવાર એ બાજુ દોરતો હતો, અને બીજી બાજુ સંસારના અનેક પ્રલોભનો, સંસારની શાતાના નિમિત્તો અમને પોતા તરફ ખેંચતા હતા. તેમાં પૂર્ણ અનુભવના અભાવમાં અમારો આત્મા આવરણના કારણે બે શાતા વચ્ચેનો ફરક
૧૫