________________
કેવળી પ્રભુનો સાથ
વખતે અમારો જીવ અવળી મતિએ ચાલી, દેવ, તિર્યંચ, નરક કે અનાર્ય મનુષ્યગતિમાં મૂઢ બની રખડતો રહયો. આથી પર્યાપ્ત કે અપર્યાપ્ત દશામાં અમે આપનાં દર્શન પામી શક્યા નહિ. પરિણામે કર્મવશ બની, અમે અજ્ઞાની તરીકે પરિભ્રમણ કરતા રહયા; અભાનપણે કરેલા આ પરિભ્રમણનું હવે થયેલું ભાન અમને પશ્ચાતાપની ખીણમાં લઈ જાય છે. આપ જેવા કરુણામય જિનવરના દર્શન કર્યા વિના અમારો અભાગી જીવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવના પરિવર્તનમાં રખડતો રહયો, તે માટે અત્યંત પશ્ચાતાપી થઈ આ જીવ દ્રઢત્વ કરે છે કે, માંડ માંડ અતિ પ્રયત્ન આપનાં દર્શન થયાં છે તો તેનો પૂરો લાભ લેવો છે. હવે સંસારવૃદ્ધિ પ્રતિ ડગ ભરવા નથી, પરંતુ આપની નિર્મળ સેવા કરી, સાચી ભક્તિ કરવી છે કે જેથી આપના દર્શનનો લહાવો ક્યારેય પણ વિલાય નહિ, એટલું નહિ પણ અમારા ગુણોને ખીલવવામાં મદદ કરનાર અવસ્થાની ભેટ તમારી પાસેથી લઈ, મોહનીય કર્મનો વિશેષ વિશેષ ક્ષય કરવા ભાગ્યશાળી થઈએ.
અહો જિનવર દેવ! આપતો કલ્પવૃક્ષ સમાન છો. ભક્તની સહુ ઈચ્છા પૂરી કરનાર છો. તો અમારી ઉપર જણાવેલી ભાવના બળવાન કરાવો, કે જેથી તમારા તેજસ્વરૂપ મુખચંદ્રના દર્શન અમને સદાય સન્માર્ગે દોરતા રહે. આપ સમર્થ પ્રભુ પ્રતિ વિનંતિ છે કે,
“પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માંગું એજ,
સંગરુ સંત સ્વરૂપ તુજ, એ દ્રઢતા કરી દેજ.” શ્રી સુપાર્થપ્રભુના નિર્વાણ પછી નવસો કરોડ સાગરોપમ વીત્યા પછી, શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું ધર્મરાજ્ય આ ભરતક્ષેત્રમાં પ્રવર્યું હતું. ૯ શ્રી સુવિધિનાથ સ્વામી! બે સારા તત્ત્વનો યોગ કરાવનાર શ્રી સુપાર્શ્વપ્રભુની કૃપાથી અમે સમ્યક્જ્ઞાન મેળવવા સદ્ભાગી થયા, વળી ચંદ્ર સમાન શીતળ છાયા પાથરનાર શ્રી ચંદ્રપ્રભુ સ્વામીની કૃપાથી અમને સમ્યદર્શન લાવ્યું. જેથી અમારો સંસાર ઘણો પરિમિત થઈ ગયો
૨૦