________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
છે. અહો ! આત્મશાંતિ આપનાર વિભુ! આપની કૃપા થકી, મોક્ષમાર્ગમાં આગળ વધવા સાચી વિધિ પ્રાપ્ત કરવા અને ઉત્સુક થયા છીએ. તો હે સુવિધિનાથ પ્રભુ! કૃપા કરી અમને સાચી વિધિ જણાવો. સમ્યજ્ઞાન તથા દર્શન પ્રાપ્ત થવાથી અમારા અંતરમાં ખૂબ ઉલ્લાસ પ્રવર્તે છે. હવે અમે આપનામય બનવા તલપાપડ થયા છીએ. બાહ્યાંતરે અમારી વિશુદ્ધિ વધતી જાય, મનની એકાગ્રતા કેળવાતી જાય એ અર્થે અમને સન્માર્ગ સમજાવો, અને અમે સત્ય પુરુષાર્થ કરતા રહીએ એવી અમારા પર પરમ કૃપા કરો.
હે સુવિધિનાથ જિન! આપની ખૂબ કૃપાને કારણે અમે જાણી શક્યા છીએ કે જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિશુધ્ધિ કરતા રહેવાથી મોક્ષમાર્ગમાં પ્રગતિ થતી જાય છે. આ માટેની વિધિનું જ્ઞાન આપ અમને કરાવશો એ વિશ્વાસથી અમારા હૃદયમાં પ્રસન્નતા પ્રવર્તે છે. આપની કૃપા મળવા માટે ખૂબ ઉપકાર માની, અમને યોગ્ય દોરવણી આપતા રહેવા વિનંતિ કરીએ છીએ.
હે જિનેશ્વર! આપનો આશ્રય કરતાં અમને સમજાયું છે કે અમારા આત્માની વિશુદ્ધિ થતી રોકનાર તથા સંસારમાં ભમાવનાર મુખ્યતાએ ચાર ઘાતકર્મો છે: જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય તથા અંતરાય. ચારેમાં સહુથી બળવાન કે સમર્થ અંતરાય કર્મ છે. તે સિવાયના ત્રણે ઘાતી કર્મોને, તેની અંતરાય તૂટે નહિ ત્યાં સુધી તોડી શકાતા નથી. આથી સૌ પ્રથમ અંતરાય કર્મ તોડવું જરૂરી બને છે. આ કર્મ જીવ પોતે ધારે કે પોતાની રીતે તોડવા પુરુષાર્થ કરે તો તૂટતું નથી, પરંતુ જેના નિમિત્તે અંતરાય દોષ પડ્યો હોય તેની પાસે ક્ષમાયાચના કરવાથી તે અંતરાય કર્મ જલદીથી તૂટે છે.
પરમાર્થ માર્ગમાં આગળ વધવામાં આડી આવતી અંતરાય જ્ઞાનીભગવંતની અશાતના કરવાના કારણે ઉત્પન્ન થઈ હોય છે, તેથી પરમાર્થ માર્ગનાં અંતરાય તોડવાનો સચોટ ઉપાય સમર્થ જ્ઞાનીના શરણે જઈ ક્ષમા માગવાનો છે. તે સિવાયના અન્ય ઉપાયો કામયાબ નીવડતા નથી, કારણ કે જેમ એક જ્ઞાનીની અશાતનામાં અનંત જ્ઞાનીઓની અશાતના સમાયેલી છે, તેમ એક જ્ઞાનીના વિનયમાં અનંત જ્ઞાની ભગવંત
૨૧