________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
કર્મના પરમાણુઓ ચીટકયા હોય તેને “પ્રદેશ બંધ' કહે છે. આ ચારેની તરતમતાના સંયોજનના પ્રમાણમાં કર્મબંધ થાય છે, તેનાં તરતમતાને કારણે અનંત પ્રકાર થઈ જતા હોવાથી અનંત પ્રકારનાં કર્મબંધનું અસ્તિત્વ છે.
કર્મના અનંત પ્રકારમાં મુખ્ય આઠ કર્મ છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, આયુષ્ય, નામ, ગોત્ર તથા વેદનીય. પ્રથમના ચાર કર્મો ઘાતી કર્મ છે, બાકીના ચાર કર્મો અઘાતી કર્મ છે. જે કર્મ આત્માના મૂળભૂત ગુણનો ઘાત કરે છે, વિકળ કરે છે તે ઘાતી કર્મ કહેવાય છે અને જે કર્મ આત્માના મૂળભૂત ગુણનો ઘાત ન કરતાં, અશાતા કે શાતા રૂપ થાય છે તે અઘાતી કર્મ તરીકેની ખ્યાતિ ભોગવે છે. જ્ઞાન તથા દર્શન એ બે આત્માના મૂળભૂત ગુણો છે. તેમાં જ્ઞાનગુણને જે છાવરે છે, હણે છે તે કર્મ જ્ઞાનાવરણ કહેવાય છે, એટલે કે તે આત્માના જ્ઞાનને પ્રગટ રહેવા દેતું નથી; આ જ રીતે જે કર્મ આત્માના દર્શનગુણને છાવરે છે, હણે છે તે દર્શનાવરણ કર્મ કહેવાય છે અર્થાત્ આ કર્મ આત્માના દર્શનગુણ પર છવાઈ જઈ દર્શનને પ્રગટવા દેતું નથી. જે કર્મ આત્માના સ્વાનુભવને રોકે છે, સ્વને ઓળખવાની શક્તિને મૂચ્છિત કરે છે અથવા તો વિકળ કરે છે કે મુંઝવે છે તે મોહનીય કર્મ છે. જે કર્મ આત્માના વીર્યબળને – શક્તિને રોકે કે અવરોધે છે તે અંતરાય કર્મ છે. આ ચારે ઘાતિ કર્મોને તપ, ચારિત્ર, ધ્યાન આદિથી પ્રદેશોદય દ્વારા ભોગવી ત્વરાથી એકસામટો ક્ષય કરી શકાય છે. આમ આ ચારે કર્મોને આત્મા સાથે સીધો સંબંધ છે. બાકીના ચાર કર્મો - આયુષ્ય, નામ , ગોત્ર તથા વેદનીય જીવ દેહ દ્વારા ભોગવે છે અને તેને આત્મા સીધા પ્રદેશોદયથી વેદી નિવૃત્ત કરી શકતો નથી, તેને વિપાકોદય દ્વારા ભોગવવા પડે છે. તે કર્મો આત્માના ગુણનો સીધો ઘાત કરતા નથી. કારણ કે આ ચારમાંથી એક પણ કર્મ આત્મગુણને છાવરતા નથી, એટલે કે આ કર્મ વેદતી વખતે આત્મા પોતાને પ્રગટેલાં જ્ઞાન, દર્શન, ચારિત્ર કે વીર્યનો ભોકતા રહી શકે છે. આમ અઘાતી કર્મોને મુખ્યતાએ દેહ સાથે અને પરંપરાએ આત્મા સાથે સંબંધ છે.
આત્મા સાથે આ સર્વ કર્મોનું જોડાણ અનાદિ કાળથી ચાલ્યું આવ્યું છે. પૂર્વનાં કર્મો ભોગવાઇને ખરતાં જાય છે, અને તે ભોગવતી વખતે વિભાવભાવમાં ઊતરી
૧૩