________________
ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
દર્શનથી અલંકૃત કરો, તમારા દર્શન કરવાના અમારા અભિલાષને તમે પૂર્ણ કરો તો અમને જીવન કે મૃત્યુ કોઈ પ્રકારનો ત્રાસ આપી શકશે નહિ. તમારા એ કવચથી - દર્શનની ઉષ્માથી અમને જીવન અને મૃત્યુ પીડા કરી શકશે નહિ. અમને તમારા શુધ્ધ સ્વરૂપનાં દર્શન એવી રીતે કરાવો કે અમે જીવન તથા મૃત્યુથી નીપજતા ત્રાસથી છૂટી જઈએ.
શ્રી સંભવનાથ પ્રભુના નિર્વાણ પછી દશ લાખ કરોડ સાગરોપમ કાળ વીત્યે ચોથા શ્રી અભિનંદનસ્વામીએ આ ભરતક્ષેત્રમાં તીર્થ પ્રવર્તાવ્યું હતું. પ્રત્યેક બે તીર્થકરની ઉપસ્થિતિ વચ્ચે ઘટતો જતો ગાળો એ જ સૂચવે છે કે જેમ જેમ જીવ સમજણો થતો જાય છે, શુચિ વધારતો જાય છે તેમ તેમ તેનો આત્મવિકાસ ઝડપથી થતો જાય છે. અંતવૃત્તિસ્પર્શ કરવાના પહેલાં પગથિયે પહોંચતા જીવનો અનંતકાળ પસાર થઈ જાય છે; નિશ્ચયથી વ્યવહાર સમકિત મેળવવાના બીજાં પગથિયે પહોંચતા જીવને તેનાથી નાનો કાળ જાય છે અને તે પછીનાં પ્રત્યેક વિકાસનાં સોપાને જતાં સમયગાળો ઘટતો જાય છે. તેથી ઉપશમ સમકિત, ક્ષયોપશમ સમકિત, ક્ષાયિક સમકિત અને એથી આગળની દશાએ જવામાં ઓછો ઓછો સમય લાગે છે તેનું મુખ્યતાએ કારણ જીવની પોતાની પુરુષાર્થ કરવાની શક્તિ વધે છે, અને સાથે સાથે સમર્થ ગુરુનો સાથ સ્વીકારવાની માત્રા પણ વધે છે. સામાન્યપણે આમ હોવા છતાં ઉપાદાન કે નિમિત્ત બેમાંથી કોઈ નબળું હોય તો આગળ વધવામાં વધારે સમય પસાર થઈ શકે છે.
૫ શ્રી સુમતિનાથ જિન ! શ્રી અભિનંદન સ્વામીએ અમારા આત્માને અભિનંદ્યો – અમારા આત્મા પર કૃપા વરસાવી, તેથી હે શ્રી સુમતિનાથ જિન! અમારા આત્મામાં આપનાં દર્શન કરવાની, પ્રભુદર્શન કરવાની બળવાન ઝંખનાને પ્રગટ કરી શકવા જેટલી સુમતિ પ્રાપ્ત થઈ છે. આમ છતાં અમને આત્માના સાચા સ્વરૂપનો અનુભવ કે લક્ષ થતો નથી. આત્માનાં શુદ્ધ સ્વરૂપને કેમ પ્રગટાવવું તથા વર્ધમાન કરવું તેની જાણકારી અમને યથાર્થ રીતે આવી નથી. આવા સંજોગોમાં અમને અમારા શુધ્ધ સ્વરૂપની જાણકારી આપે,