________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૩
આહાહા ! બન્ને ભાઈઓ ચાલતાં- ચાલતાં કૌસંબી વનમાં આવ્યા. “ તૃષા એવી લાગી તરસથી તરફડે ત્રિખંડી.” આવું સાયમાં આવતું.” ત્રણ ખંડનો વાસુદેવ તરસથી તરફડે છે. ભાઈ ! મને તૃષા લાગી છે, હવે એક પગ પણ આગળ ચાલી શકું તેમ નથી. બળદેવ કહે છે– ભાઈ ! તમે અહીં રહો હું પાણી લઈ આવું છું. પાણી ભ૨વા માટે સાથે પાણીનો લોટો કે કાંઈ નથી. ત્યાં ઝાડના પાંદડા વનમાં ઘણાં હતાં, બળદેવ બુદ્ધિવાળા હતા તેથી પાંદડાનો લોટો બનાવી પાણી લેવા ગયા.
શ્રીકૃષ્ણ વાસુદેવ હતા, તેથી તેના પગમાં પદ્મ હતું. તેઓ પગ ઉપર પગ રાખીને સૂતા છે. પગમાં જે પદ્મ હતું તે હરણની આંખ જેવું લાગતું ' તું. તે વનમાં ફરતાં– ફરતાં જરત કુમાર આવે છે. તેમને સામે હરણ લાગે છે તેથી બાણ મારે છે. બાણ મારીને જ્યાં નજીક આવે છે ત્યાં શ્રીકૃષ્ણ કહે છે- કોણ છે મને નિ૨૫૨ાધીને મા૨વાવાળો.. એવો અવાજ જરત કુમા૨ને કાને આવ્યો. જરત કુમા૨- અરે.. રે ! પ્રભુ તમે અહીંયા ! ભગવાને કહ્યું હતું તેથી હું બાર વર્ષથી જંગલમાં રહું છું.. પરંતુ પ્રભુ ! તમે આ જંગલમાં ક્યાંથી ? જરત કુમા૨ને આંસુની ધાર વહે છે.
૨૬
શ્રીકૃષ્ણ હજુ જીવે છે, દેહ છૂટવાની- મરવાની તૈયારી છે. ત્યારે કહે છે- ભાઈ ! તું અહીંથી પાંડવ પાસે ચાલ્યો જા. મારે તો અહીં કૌસ્તુભમણિનું કહેવું છે. કૌસ્તુભમણિ વાસુદેવ પાસે જ હોય, બીજા પાસે ન હોય. અબજો રૂપિયાની કિંમત હોય છે. એ કૌસ્તુભમણિ જરત કુમારને આપ્યો અને કહ્યું- જા ભાઈ ! આ કૌસ્તુભમણિ પાંડવોને બતાવજે, આ મણિથી તારી ઓળખાણ થશે અને તેઓ તારી રક્ષા કરશે.
તેમ અહીંયા મનુષ્યદેહ કૌસ્તુભમણિ જેવો છે. એક એક સમય કરીને ( આખું જીવન ) આત્માનો ધર્મ કરવાને માટે કૌસ્તુભમણિ છે. જેમ કૌસ્તુભમણિ લઈને પાંડવ પાસે જાય છે તેમ મનુષ્યપણામાં પોતાનો આનંદકંદ પ્રભુ! તેની પાસે જાવું છે તો મનુષ્યપણાને કૌસ્તુભમણિ કહેવામાં આવે છે.
અહીંયા કહે છે કે– “નિજ સ્વરૂપના જાણપણા દ્વારા પ્રગટ થાય છે. ” શું પ્રગટ થાય છે ? શાક અને ખારાપણા તે બેની ભિન્નતા. જેને આત્મજ્ઞાન થયું છે તેને બે દ્રવ્યોની ભિન્નતાનો ભાસ થાય છે. જેને રાગની સાથે એક્તાબુદ્ધિ છે તે તો મિથ્યાત્વ છે. તેને લવણ ખારું છે અને શાક ભિન્ન છે તેવો યથાર્થ ભેદ ભાસિત થતો નથી.
જુઓ ! ૫૨માત્માનો પંથ તો દેખો ! ઓહો.. હો ! રાજમલજીએ ટીકામાં ‘ જ્ઞાનાત્ ’નો આવો અર્થ કર્યો છે. કમાલ કરી છે.
,,
પાઠમાં છે – “નિજ સ્વરૂપનું જાણપણું ” નિજ સ્વરૂપ શબ્દે અભેદ ત્રિકાળી લેવું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ચાર ભેદ પણ કાઢી નાખ્યા. અભેદ નિજ સ્વરૂપ ભગવાન આત્મા તેનું જેને જ્ઞાન છે તેને લવણની ખારાશ અને શાકની ભિન્ન યથાર્થ જાણકારી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com