________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-O
૨૫
સ્વરૂપગ્રાહી જ્ઞાન હોય તેને ભિન્નપણાના સ્વાદનું યથાર્થ જ્ઞાન થાય છે. વાત ઊંચી અને સત્ય છે.
k
‘જ્ઞાનાત્ ” નિજ સ્વરૂપનું, શબ્દ પડયો છે ને ! ‘ જ્ઞાનાત્' જ્ઞાન કોને કહીએ ! જેને નિજ સ્વરૂપનું જ્ઞાન હોય તેને જ્ઞાનાત્ કહીએ. શાસ્ત્રજ્ઞાન તે ૫૨નું જ્ઞાન હોવાથી તે જ્ઞાન નથી. ૫૨નું જ્ઞાન તે જ્ઞાન નથી. આ જ્ઞાનસ્વરૂપ ભગવાનનું જ્ઞાન અર્થાત્ જ્ઞાનનું જ્ઞાન, તે જ્ઞાન છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા તેનું જ્ઞાન તે જ્ઞાન છે. સ્વઆશ્રય કરીને, સ્વસન્મુખ થઈને જે જ્ઞાનની પરિણિત જ્ઞાનગુણમાંથી આવી તેને અહીંયા જ્ઞાનાત્ કહેવામાં આવે છે. તે જ્ઞાનનો પર્યાયમાં ભેદ થયો તેનું નામ શાન કહેવામાં આવે છે.
ચિદાનંદ સ્વરૂપ પ્રભુ ભગવાન આત્મા તે તો વસ્તુ છે. વસ્તુ તો વસ્તુ છે. જે જ્ઞાનનો ધ્રુવપિંડ છે.. તેનો આશ્રય કરવાથી, ૫૨નો આશ્રય અને ૫૨નું લક્ષ છોડવાથી જે જ્ઞાન પ્રગટે તેને ‘જ્ઞાનાત્' કહેવામાં આવે છે. ત્રિકાળી ભગવાન જ્ઞાનસ્વરૂપનો આશ્રય કરવાથી અથવા તેની સન્મુખ થવાથી, નિમિત્ત-રાગ-પર્યાય-ભેદ તેનાથી વિમુખ થતાં, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ચારેય લઈ લ્યો, તે બધાનું લક્ષ છોડી ને... પોતાની અખંડ ચીજ ઉપર દૃષ્ટિ કરવાથી જે જ્ઞાન થાય તેને અહીંયા “ જ્ઞાનાત્” કહે છે. સમજમાં આવ્યું ? બાપા! માર્ગ બીજો છે. લોકોએ ધર્મ બહા૨માં માની અને તેની એક એક સમયની મનુષ્યપણાની જિંદગી ચાલી જાય છે.
જે કૌસ્તુભમણિ હોય છે તે બહુ ઉંચી ચીજ હોય છે. શ્રીકૃષ્ણનો કૌસંબીવનમાં જ્યારે દેહ છૂટી ગયો ત્યારે તેઓ કૌસ્તુભમણિ નાના ભાઈને આપે છે.
દ્વારિકા નગરીના સોનાના ગઢને રતનના કાંગરા એ જ્યારે સળગે છે ત્યારે જે દેવો સહાય કરતા તે પણ બધા ચાલ્યા ગયા. જેમ લાકડાં બળે તેમ સોનાના ગઢ સળગે છે બળભદ્ર મોટા ભાઈ અને શ્રીકૃષ્ણ નાના ભાઈ છે. શ્રીકૃષ્ણ પૂછે છે.. ભાઈ ! આપણે ક્યાં જઈશું ? બાર યોજન પહોળી અને નવયોજન લાંબી દ્વારિકા સળગી ત્યારે માતાપિતા અંદર છે. માતા-પિતાને રથમાં બેસાડયા અને બન્ને ભાઈઓ ૨થ ચલાવે છે, ત્યાં દેવોનો હુકમ થયો– તમે બન્ને ભાઈઓ જીવતા નીકળી જાઓ; માતા-પિતાને છોડી દ્યો ! બન્ને ભાઈ ગઢની બહાર નીકળ્યા અને માતા-પિતાની માથે ગઢના દ્વાર પડયા અને બન્ને મરી ગયા.
શ્રીકૃષ્ણ બળદેવને કહે છે- ભાઈ ! આપણે હવે ક્યાં જઈશું ? આહાહા ! ગામ, કુટુંબ, લાખો માણસો, સ્ત્રીઓ ઢોર બધા બળી ગયા ને આપણે રહી ગયા. ત્યારે બળદેવ કહે છે- ભાઈ ! આપણે પાંડવ પાસે જઈએ. શ્રીકૃષ્ણ કહે છે ભાઈ ! આપણે પાંડવને દેશનિકાલ કર્યા છે ને ?
બળદેવ કહે છે- પાંડવો ખાનદાન છે, તે આપણને મદદ ક૨શે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com