________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪
કલશામૃત ભાગ-૩ પછી ગુરુગમે તેનો કેવો અર્થ થાય છે તે સમજવામાં આવે છે. પણ જે શાસ્ત્ર વાંચતા ન હોય તેને કઈ વાત ઉલ્ટીને કઈ વાત સવળી તેના અર્થની ખબર પણ પડે નહીં.
અહીંયા પાઠ છે- “વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં ભિન્નપણાનો સ્વાદ આવે છે.” સિદ્ધાંત તો આ સિદ્ધ કરવો છે પછી દષ્ટાંત આપ્યું. પાણી સ્વભાવે શીતળ છે અને અગ્નિ ઉષ્ણ છે તેવું જ્ઞાન કોને થાય છે? તો કહે છે- નિજ સ્વરૂપગ્રાહી જ્ઞાનીને તેનું જ્ઞાન થાય છે.
જેને નિજ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિ અભેદનું જ્ઞાન થયું તેને પાણી ઠંડુ છે અને અગ્નિના સંયોગથી ઉષ્ણ છે તેવું વ્યવહારે સાચું જ્ઞાન થાય છે. જેને અભેદ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા તેનું જ્ઞાન થયું હોય, અહીં એ કહ્યું ને- “નિજ સ્વરૂપગ્રાહી જ્ઞાન” થયું હોય તેને પાણી ઠંડુ છે અને ઉષ્ણતા અગ્નિની છે એવું ભેદજ્ઞાન, વ્યવહારજ્ઞાન તેને સાચું થાય છે.
કાલ અહીં સુધી ચાલ્યું હતું. શાકનું દૃષ્ટાંત આપે છે. “વ નવ સ્વાવમેવવ્યાસ: જ્ઞાનાત 87સતિ” “જેમ ખારો રસ, તેના વ્યંજનથી ભિન્નપણા વડે,” “ખારો લવણનો સ્વભાવ” એવું જાણપણું તેનાથી વ્યંજન ખારું.” | વ્યંજન એટલે શાક, દૂધીનું, તુરિયાનું શાક તેને વ્યંજન કહેવામાં આવે છે. તેમાં જે ખારાપણું છે તે મીઠાનું એટલે લવણનું છે. આ ખારાશ છે તે મીઠાનું સ્વરૂપ છે અને શાકનું સ્વરૂપ છે તે ખારું નથી. દૂધી, તુરિયા, ભીંડો તે શાકનો સ્વાદ ભિન્ન છે અને ખારાશ- લવણનો સ્વાદ ભિન્ન છે. શાક ખારું નથી, લવણ ખારું છે. તે બન્નેનો સ્વાદ ભિન્ન ભિન્ન છે.
ગઈકાલે શ્રીમદ્જીની વાત કરી હતી. રાણપર પાસે હડમતાળા ગામ છે ત્યાં બધા મુમુક્ષુ એકઠાં થયેલાં. સંવત ૧૯૫૭ પહેલાંની વાત છે. ત્યાં શ્રીમદ્જી પણ હતા. જ્યાં વાટકામાં શાક આવ્યું, તો શ્રીમદ્જીએ જોઈને કહ્યું કે- શાકમાં ક્ષાર વિશેષ છે. હજુ તો દેખાથી ખ્યાલ આવી ગયો, ખાવાથી નહીં. કેમ કે દૂધીના ટૂકડાં પાણીમાં બાફેલ. તેમાં (નમક) લવણ વધારે પડી ગયેલું તેથી દૂધીના રેસા તૂટી ગયેલા. રેસા તૂટેલા જોઈને તેમણે કહ્યું કે- લવણ વિશેષ છે. જુઓ, ભાઈ ! શાકમાં ક્ષાર વિશેષ છે. અરે ! પણ ચાખ્યા વિના? આ ખારાપણાનો અને શાકનો સ્વાદ ભિન્ન છે.
આવું ભિન્નતાનું જ્ઞાન કોને થાય છે તે કહે છે. “નિજ સ્વરૂપના જાણપણા દ્વારા પ્રગટ થાય છે. ત્યાં આગળ કહ્યું હતું કે- નિજ સ્વરૂપગ્રાહી અને અહીંયા નિજ સ્વરૂપના જાણપણા દ્વારા ' તેમ લીધું, બન્ને વાત તો એક જ છે.
નિજ સ્વરૂપના જાણપણા દ્વારા પ્રગટ થાય છે.” આ ખારાપણું છે તે લવણનું છે, શાકનું ખારાપણું નથી. તેમ ચુરમુ થાય છે. ચૂરમામાં જે ગળપણ છે તે ગોળનું છે તે લોટનું નથી. લોટ ગળ્યો નથી. ચૂરમામાં જે ગળપણ છે તે ગોળનું છે. જેને નિજ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com