________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૨
કલશામૃત ભાગ-૩ કૃપા થઈ જાય તો...., અને આ વર્ષીતપ કરવાથી સમ્યગ્દર્શન મળી જાય તેમ માને છે. વર્ષીતપ એટલે શ્વેતામ્બરમાં એક દિવસ ખાવાનું અને એક દિવસ ઉપવાસ તેને વર્ષીતપ કહે છે.
ઋષભદેવ ભગવાનને બાર મહિના આહાર ન મળ્યો હતો તેનું શ્વેતામ્બર લોકો અનુકરણ કરે છે. બાર મહિના એટલે એક વર્ષ એક દિવસ ખાવું, બીજે દિવસે ઉપવાસ ત્રીજે દિવસે ખાવું, ફરી ઉપવાસ તેમ બાર માસ કરે તે વર્ષીતપ. આમાં કદાચ રાગની મંદતા હોય તો પુણ્ય-બંધનું કા૨ણ છે. અને તેમાં ધર્મ માને તો મિથ્યાત્વનું પાપ છે.
આહાહા ! અહીંયા તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ચાર અથવા ૫૨દ્રવ્ય, ૫૨ક્ષેત્ર, ૫૨કાળ અને ૫૨ભાવ તેની ઉ૫૨ દૃષ્ટિ રાખે તો પણ મિથ્યાર્દષ્ટિ છે.. એમ કહે છે. આ (જિનેન્દ્ર ) ભગવાન તો ૫દ્રવ્યમાં ક્યાંય (દૂર ) રહી ગયા. દેવ-ગુરુ-શાસ્ત્ર તે ૫૨દ્રવ્ય તે ક્યાંય રહી ગયા.
સંવત ૨૦૩૨ની સાલમાં બોટાદમાં પ્રશ્ન કર્યો હતો. મહારાજ ! જે દેવ-ગુરુ-શાસ્ત્ર શુદ્ધ છે તેને ૫૨ કહો છો ? તેઓ અગાસ બહુ જતા હતા. આહાહા !
દેવ, એટલે સર્વજ્ઞ ૫૨મેશ્વ૨દેવ, ગુરુ એટલે નિગ્રંથ વીતરાગી સંતો, શાસ્ત્ર એટલે સર્વજ્ઞ ભગવાને કહેલાં તે શાસ્ત્ર (આ દેવ-ગુરુ-શાસ્ત્ર તે ૫૨ છે?) ભાઈ ! એ તો લાખ વાર ૫૨ છે. અનંતવા૨ ૫૨ છે.
અહીંયા તો એકરૂપ વસ્તુમાં ભેદરૂપ કલ્પના કરવી તે ૫૨દ્રવ્ય છે. આવી અપૂર્વ વાત છે. ભગવાન ! તેં અનંતકાળમાં પૂર્ણાનંદના નાથની દૃષ્ટિની વાત લક્ષમાં લીધી નથી.
૫રમાત્મ સ્વરૂપ, પૂર્ણાનંદ અભેદ એકરૂપ નિર્વિકલ્પ વસ્તુ તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ચાર ભેદ પાડયા. ૫૨નું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તો ભિન્ન છે. વિશ્વમાં અનંત દ્રવ્ય છે તેમ સિદ્ધ કર્યું. વિશ્વમાં સર્વ વ્યાપક એક જ દ્રવ્ય છે તેમ નથી. તો જે ૫રદ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ છે તેની સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં નાસ્તિ છે. ૫૨દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની ૫૨માં અસ્તિ છે. આ રીતે અન્ય દ્રવ્ય ભિન્ન છે તેમ સિદ્ધ થયું. વિશ્વમાં સર્વ વ્યાપક એક જ આત્મા-દ્રવ્ય છે તે વાત તદ્દન જૂઠ છે. વેદાંતની બિલકુલ પાખંડ દૃષ્ટિ છે.
શ્રી પ્રવચનસાર અલિંગગ્રહણમાં આવ્યું છે કે બોલ નં-૧૫ – “લિંગ વડે એટલે કે અમેહનાકા૨ વડે જેનું ગ્રહણ એટલે કે લોકમાં વ્યાપવાપણું નથી તે અલિંગગ્રહણ છે. ” મેહનાકા૨નો ૧૪મો બોલ છે. ૧૪– “ લિંગ એટલે કે મેહનાકારનું (પુરુષાદિની ઇન્દ્રિયના આકારનું ) ગ્રહણ જેને નથી તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્મા પાખંડીઓને પ્રસિદ્ધ સાધનરૂપ એક જ આત્મા માને છે તેને પાખંડીનું સાધન કહે છે.
આ પુરુષની ઇન્દ્રિય અને સ્ત્રીનું શરીર તેનાથી આત્મા ભિન્ન છે. તે તો જડની પર્યાય છે. પુરુષાકાર જે લિંગ છે તેનાથી ભગવાન ભિન્ન છે. મેહનાકાર એટલે મૈથુન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com