________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૬O
૨૩ નામ ઈન્દ્રિય તેનાથી ભગવાન ભિન્ન છે. પ્રવચનસાર છે તે ભગવાનની દિવ્ય ધ્વનિનો સાર છે. તેમાં ૧૭ર ગાથાનો આ ૧૪મો બોલ છે. જેને લિંગનું ગ્રહણ નથી તે અલિંગગ્રહણ છે. આત્મ વસ્તુ છે તેને ઇન્દ્રિયના વીર્યનું અને મા નું ઋતુસ્ત્રાવ તે બન્નેને અનુસરીને આત્મા થતો નથી. કારણ કે તે તો જડની પર્યાય છે. આત્મા જડથી થાય?
અલિંગ એટલે આકાર વડે જેનું ગ્રહણ એટલે કે લોકમાં વ્યાપવાપણું નથી તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્મા પાખંડીઓને પ્રસિદ્ધ સાધનરૂપ આકારવાળો- લોક વ્યાપ્તિવાળો નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે.”
આત્મા સર્વ વ્યાપક એક જ છે તેવું પાખંડીઓએ સાધનરૂપ ઉભું કર્યું છે. શાસ્ત્રમાં તો બધી વાત આવે છે. ૧૫મા બોલમાં છે– અમેહનાકાર, જેનું લોક વ્યાપક એવું વ્યાપવાપણું નથી. આ રીતે આત્મા પાખંડીઓને પ્રસિદ્ધ સાધનરૂપ આકારવાળો, લોક વ્યાપી નથી. તેનું નામ અલિંગગ્રહણ કહેવામાં આવે છે.
અરે..! શાસ્ત્રનો અભ્યાસે ન મળે? શું કહે છે! અને શું છે શાસ્ત્રમાં તે તો જાણે અનુભવ પછી, પરંતુ શાસ્ત્રનો અભ્યાસ તો પ્રથમ કરવો જોઈએને? ? શું કહે છે? શું સત્ય છે? તે વાંચે તો ખ્યાલ આવે.
નિશાળમાં અમારા માસ્તર હતા, તેમના ઘેર બૈરા ન હતા. પછી હાથે રાંધે (રસોઈ કરે). તો એ વખતે જે હોંશિયાર છોકરાવ હોય તે બે-ત્રણને ઘરે બોલાવે, છોકરાવ કામ કરે, તેમની રોટલી બનાવે. પછી તેઓ છોકરાવને સમજાવે. તેમને એટલું કહે- ભાઈ ! ઘરેથી વાંચીને તમારે આવવું. હું જે પાઠ અહીંયા સમજાવીશ તે વાંચીને આવવું. કેમ કે જો તમે વાંચીને આવશો તો તમને ખ્યાલ આવશે કે- તમે શું સમજેલા અને અમે તેનો શું અર્થ કરીએ છીએ. તેનો ભેદ સમજમાં આવશે.
પાઠ વાંચીને આવે તો તેને ખ્યાલ આવે કે- મેં આવો અર્થ કર્યો હતો અને માસ્તર તો બીજો અર્થ કરે છે તેનો ભેદ (ખ્યાલમાં) – સમજમાં આવી જશે.
તેમ પહેલાં વાંચન તો કરે! ભલે તેની દૃષ્ટિમાં વાત ન બેસે! પરંતુ બાદમાં સમજમાં આવે ત્યારે કહે ઓહો! અમે તો આવો અર્થ સમજતા હતા. અને તમે તો બીજો અર્થ કરો છો.
આજથી પોણોસો (૭૫) વર્ષ પહેલાંની વાત છે. અમારા નરોત્તમ માસ્તર બ્રાહ્મણ હતા. કણબીવાડમાં મેડી ઉપર રહેતા હતા. ત્યાં અમે બે-ત્રણ છોકરા જતાં હતાં. તેઓ કહે – વાંચીને આવ્યા છો? અમે કહીએ- હા, તેઓ કહે– બોલો પાઠમાં શું આવે છે? અરે! તેનો અર્થ આપણે કર્યો હતો તે નથી, તેનો અર્થ તો બીજો છે. આ રીતે બરાબર સમજાવતા.
તેમ અહીંયા કહે છે- તમે પહેલા શાસ્ત્ર વાંચો અને તમારી દૃષ્ટિએ જે અર્થ કર્યો,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com