________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧
કલશ-૬૦
અહીં પરભાવની વ્યાખ્યા ચાલે છે. દ્રવ્યની સહજ શક્તિ જે ત્રિકાળી એકરૂપ છે તેમાં ભેદરૂપ અનેક અંશ દ્વારા, ભેદકલ્પના કરવી કે- આ જ્ઞાનશક્તિ છે ને આ દર્શન શક્તિ છે, તેવી ભેદ કલ્પના તે પરભાવ છે.
હવે કહે છે કે- આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જે ચાર છે, (તેવા ભેદ પણ નહીં) તો... દ્રવ્ય પણ તે જ છે, ક્ષેત્ર પણ તે જ છે, કાળ તે છે અને ભાવ પણ તે જ છે. તે જ અખંડ દ્રવ્ય છે, તે જ અખંડ ક્ષેત્ર છે, તે જ અખંડ ત્રિકાળ છે અને તે જ અખંડ શક્તિનો પિંડ સ્વભાવ છે. આ ચાર ભેદથી પહેલાં સમજાવ્યું. પછી તે ચાર પણ એક જ વસ્તુ છે. તેને સ્વદ્રવ્ય કહો, સ્વક્ષેત્ર કહો, સ્વકાળ કહો, સ્વભાવ કહો તે એકરૂપ ચીજ છે. આહાહા ! તેની દૃષ્ટિ કરવી અને શુદ્ધસ્વરૂપનો વિચાર કરવો, તેનું ધ્યાન કરવું તેનું નામ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન છે.
સહજ શક્તિરૂપ સ્વાભાવિક ભાવ, અનંતશક્તિ (મયી) અભેદ વસ્તુ. તેમાં એક- એક શક્તિનો, પર્યાયરૂપ અનેક અંશનો ભેદરૂપ વિચાર કરવો તેને પરભાવ કહે છે. “પશુ નશ્યતિ” એકાન્તવાદી મિથ્યાષ્ટિ જીવ, જીવ સ્વરૂપને સાધી શકતો નથી.” જે ભેદને પોતાનો માને છે તે એકાન્ત મિથ્યાષ્ટિ છે.
ર૫ર માં પશુ કેમ કહ્યો? સંસ્કૃતમાં એમ આવે છે કે “પતિ વધ્યતિતિ પર: તે મિથ્યાત્વથી બંધાય છે માટે પશુ કહેવામાં આવે છે. કેમ કે મિથ્યાત્વનું ફળ તો નિગોદ છે. નિગોદ છે તે તિર્યંચગતિ છે, પશુ છે. નિગોદ છે તે તિર્યંચનો જ ભેદ છે ને? તેથી અહીં કે છે કે- જે ભેદના વિચાર કરવામાં ત્યાં રોકાય ગયો તે મિથ્યાષ્ટિ પશુ છે.
જે જીવ ચાર ભેદનું પણ લક્ષ છોડીને એટલે પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરાળ, પરભાવ તેનું લક્ષ છોડીને સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ તે એક જ વસ્તુ છે. હવે તેને દ્રવ્યથી કહો તો સ્વદ્રવ્ય, ક્ષેત્રથી કહો તો અસંખ્ય પ્રદેશી સ્વક્ષેત્ર, કાળથી કહો તો ત્રિકાળી અને ભાવથી કહો તો અનંત શક્તિનું એકરૂપ.
અહીં આપણે જે પાઠ ચાલે છે તેમાં જે દષ્ટાંત દીધું છે તેની પહેલાં સિદ્ધાંત કહ્યો છે. સિદ્ધાંત શું? “વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે. સમાજમાં આવ્યું? થોડું મુશ્કેલ પડે પણ... માર્ગ તો આ છે. આહાહા ! પરલક્ષી જ્ઞાનમાં પણ આવો નિર્ધાર ન હોય તો તેને સ્વલક્ષી જ્ઞાન પણ થતું નથી. આવી વાત છે.
ત્રણલોકનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ એકરૂપ અભેદ બિરાજે છે, તેને દ્રવ્ય કહો તો પણ તે, ક્ષેત્ર કહો તો પણ તે, કાળ કહો તો પણ તે, ભાવ ત્રિકાળરૂપ પણ તે છે. તેનો આશ્રય કરવો, તેનો વિચાર કરવાથી, તેનું જ્ઞાન કરવાથી આત્માનો સ્વાદ આવે છે. ત્યારે અનુભૂતિ થાય છે. તેનો ભાવાર્થ આ છે.
અહીંયા તો લોકો હજુ બહારથી ધર્મ મનાવે છે. ગુરુ મળી જાય અથવા ગુરુની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com