________________
૨ : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર
ધારણાનું યોગશાસ્ત્રમાં ઘણું મહત્ત્વનું સ્થાન છે. પતંજલિ પ્રરૂપિત યોગ સાધનાનાં આઠ અંગોમાંથી ધારણાને છઠ્ઠા અંગ તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે. ધારણાથી જ અંતર્યાત્રાને શુભ પ્રારંભ થાય છે. તેથી આત્માભિમુખ થવા તલસતા મુમુક્ષુઓએ મંગલની ધારણાને સઘન બનાવવી અપરિહાર્ય છે.
પતંજલિ યોગશાસ્ત્રમાં યોગનાં આઠ અંગોમાં ધારણને છ સ્થાન આપ્યું છે. પરંતુ મહાવીર પ્રભુના પેગસૂત્રમાં ધારણાને અંતર્યાત્રાના પ્રથમ સપાન તરીકે સ્વીકારેલ છે. મંગલની ધારણ જેમ જેમ ઊંડાણમાં પ્રવેશતી જશે તેમ તેમ ચેતના સત્વર રૂપાંતરિત થતી જશે. આપણી ચેતનાનું રૂપાંતરણ તે થશે જ, ઉપરાંત આપણાં સાંન્નિધ્યમાં આવતી પ્રત્યેક ચેતનાના રૂપાંતરણમાં પણ તે સહાયક બનશે.
આપણું આ પરંપરાને સને સામાન્ય ખ્યાલ તે હશે જ કે તીર્થંકર પરમાત્માઓના સમવસરણમાં હિંસક પશુઓ પણ પિતાને હિંસકભાવ વીસરી જાય છે, અને સર્પ અને નોળિયે, મૃગ અને મૃગાધિપ, જન્મ જન્મનાં મિત્ર હોય એમ વૈરવૃત્તિને તિલાંજલિ આપી દે છે. ઈતિ, ભીતિ, રોગ, મરી, વગેરે ઉપદ્રવે ત્યાં આક્રમણ કરી શક્તાં નથી. તીર્થકર ભગવંતના પદાર્પણ પૂર્વે કદાચ આવા રેગેને ઉપદ્રવની શરૂઆત થઈ હોય તે પણ તેમના શુભ પ્રવેશ પૂર્વે જ તે શમી જાય છે. શ્રી શાંતિનાથ પ્રભુને ગર્ભકલ્યાણકની પવિત્રતાના સંસ્પર્શને લઈ મરી રોગને નાશ થઈ ગયું હતું, એ વાત સુવિદિત છે. ઉપશાંતિની પવિત્ર સ્મૃતિમાં જ શાંતિનાથ' નામ સાર્થક અને ચિરંતન બન્યું છે.
નિષ્કર્ષ એ છે કે, આપણે માત્ર આપણું ધારણુઓથી જ પ્રભાવિત થતાં નથી. પરંતુ સનિકટવર્તી ધારણાઓના અનવરત વહી રહેલા પ્રવાહની સારી નરસી અસરો પણ આપણે પર થાય જ છે. સમીપસ્થ પ્રવાહિત ધારણાઓ પિતાનું સ્વાભાવિક આકર્ષણ અને પ્રભાવ આપણામાં જન્માવતી જાય છે. માટે જ ભગવાન મહાવીરે કહ્યું છે કે, અજ્ઞાનીને સહવાસ ન કર. અજ્ઞાની અમંગલ છે. જ્ઞાની પુરુષનું સાંન્નિધ્ય મંગલ છે. જેની ચેતના ૨ષ્ણ, વિક્ષિપ્ત, અસ્વસ્થ, રજોગુણ અને તમે ગુણમય છે તેનાથી દૂર રહેવામાં જ આપણું શ્રેય છે. એનાથી ઊલટું, જેની ચેતના સ્વસ્થ, જગતના જીના શ્રેયસૂનિ શ્રેયની ભલી ભાવન.વાળી, આત્માભિમુખ છે, તેનું સાંન્નિધ્ય સદા કલ્યાણકારી અને મંગલપ્રદ હોય છે.
રેનો અને બોદ્ધોમાં સંઘની જે પરમપવિત્રતા અને તીર્થરૂપતા આંકવામાં આવી છે, અને “સંવં શરળ છામિ જેવા ઉચ્ચ શબ્દોમાં તેને પ્રતિષ્ઠિત કરવામાં આવી છે, તેનું મૂળ જ આ છે કે, જ્યાં શુભ ધારણાઓ હોય, જ્યાં શુભ કામનાઓ અને મંગલ ભાવનાઓથી સભર વાતાવરણ હોય, જ્યાં સુદ્રતા, હીનતા, લઘુતા અને અકલ્યાણમૂલક દુવૃત્તિઓને લેશ માત્ર અવકાશ ન હોય, એવા પાવન ભાવેના કેન્દ્રસમા સંઘનું સાંન્નિધ્ય પરમ મંગલ છે. શ્રી નન્દી