________________
પર ૩૪
ા
મંગલનો મહિમા .
जो देवाणं वि देवो जं देवा पंजलीनमंसंति । तं देवादेव महियं सिरसा वन्दे महावीरं ॥ અને તિમિરાજાનાં જ્ઞાાન સારવાર
चक्षुरुन्मिलित येन तस्मै श्री गुरवे नमः ॥ આ મંગલ સ્તુતિ છે. મંગલને અર્થ જ નં પાર્વ રાતિ એટલે મેં અર્થાતુ પાપને જે ગાળી નાખે, ધોઈ નાખે છે. મનને સ્વાભાવિક નિયમ છે કે, જે પણ મંગલ હોય તે વિષેના ભાવો જે તેનામાં સઘન અને પ્રગાઢ થઈ જાય, તે તેને મેળવવાની કલ્પના અને આકાંક્ષા પણ તેનામાં ગહન થતી જાય છે. આ જ કારણથી ગૃહસ્થીઓ પ્રાતઃ ઉત્થાન પછી, નિયમિતપણે अरिहंता मंगल, सिद्धा मंगलं, साहू मंगलं, केवलीपन्नतो धम्मो मंगलम् ने। मांगलिक पा8 साधु सजवताना શ્રીમુખેથી શ્રવણ કરી, કૃતકૃત્યતા અનુભવે છે.
પ્રકૃતિનો નિયમ છે કે, આપણે અંદરમાં જે પ્રાણ શરીર છે, તેમાં જે વસ્તુ પહેલાં બી રૂપે જન્મે છે, તે જ વિશાળ વૃક્ષના બૃહદ્ આકારને ધારણ કરી, પ્રત્યક્ષ દૃષ્ટિગત થઈ, ભૌતિક શરીર સુધી વિસ્તરી જાય છે. “હા...તો તણાં હિં” શ્રી આચારાંગસૂત્રની આ જે સૂક્તિ છે તેનું તાત્પર્ય જ એ છે કે, પ્રશસ્ત અથવા અપ્રશસ્તને જન્મ આપ હોય ત્યારે સર્વ પ્રથમ પ્રાણ-શરીરમાં તે તે બી આરેપિત થાય છે અને કાલાંતરે આપાયેલા તે બીજે સ્થિતિ, સંગ, વાતાવરણ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુલક્ષી વૃક્ષના સ્વરૂપમાં અંકુરિત અને પ્રસ્ફટિત થાય છે. બાહ્ય વ્યવહારમાં જે દેખાય છે તે અંદરના પ્રાણ-શરીરમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ રૂપે જન્મેલા બીને જ કમિક વિકાસ છે.
અરિહંત મંગલ છે, સિદ્ધ મંગલ છે, સાધુ મંગલ છે, કેવલી પ્રરૂપિત ધર્મ એટલે જેમણે પિતાની જાતને જાણી, ઉપલબ્ધ કરી, મેળવી એવા કેવલીઓ વડે પ્રરૂપિત ધર્મ પણ મંગલ છે. આ બધી તે માત્ર મંગલની ભાવના છે, ધારણા છે. પરંતુ મંગલના આ ભાવો જે અંતર્પશ થઈ જાય, પ્રોને આવરી લે અને કેમિક રીતે ઊંડાણમાં અવકાશ મેળવી લે, તે વગર શ્રમે મંગલની કામના અને આકાંક્ષાના શ્રીગણેશ મંડાઈ જાય.
મંગલની ધારણા–ભાવનાને માત્ર જન્માવવી પડે છે, આકાંક્ષા તે પડછાયાની માફક તેને અનુસરનારી બની જાય છે. આકાંક્ષા માટે પૃથફ શ્રમની કશી જ જરૂર નથી. માત્ર મંગલની ધારણાને ગહન બનાવવા માટેના પ્રયત્ન અનિવાર્ય છે.