________________
મધુરાં સ્વપ્ન
ગુરુના ચરણ પખાળ્યા.
“ વત્સ ! તું મડભાગી છે! હું જરૂર તને દીક્ષા આપીશ, અધિષ્ઠાયક તારી મનાવાંચ્છના પરિપૂર્ણ કરશે. પણ થોડી કસોટીએ આવશે તેમાંથી પાર ઉતરજે—ડગીશ નહિ. ’
૨૫
'
“ ગુરુદેવ ! ગમે તેવી કપરી કસેાટીએ આવે, હું સહન કરીશ. આપની અમીદ્રષ્ટિ સદાય રાખશે. ”
ગુરુદેવના આશીર્વાદથી આનંદ માનતા છગનભાઈ પૂજા સેવા કરી જમીને આવ્યા, ત્યાં તે જુએ તે સામે જ મોટાભાઈ ઊભા છે. ખસ રામ રમી ગયા. શું ઉલ્કાપાત થશે તેની કલ્પનાથી અંગે અંગ ધ્રુજી ઊઠયું, કે મકમાં આવી ગયાં.
પણ મેાટાભાઈ હતા પાકા વાણિયા. તેમણે જોયું કે અમદાવાદ જેવા શહેરમાં હું ધમાલ કરીશ ને છગન કાઈ જગ્યાએ ચાલ્યા જશે તે! મારે જ ઉપાધિ થઈ પડશે, સમય જોઈ લીધે અને આચાય શ્રીજીની પાસે આવી કરુણ ભાવથી અરજ કરીઃ
'' મહારાજ, આપ જ્ઞાની છે ! હું મૂર્ખ આપને વધારે શું કહું ? છગન નાસીને આપની પાસે આવ્યા છે. એની મરજી હશે તે હું ના નથી કહેતા. ઘણી ખુશીથી સયમ છે. પણ હાલ એની ઉંમર બહુ જ નાની છે. આપ એને દીક્ષા આપવામાં ઉતાવળ ન કરશેા. હાલ અને ભણાવા. પછી જ્યારે એ મેટા થાય અને આપને ચેાગ્ય લાગે ત્યારે મને ફરમાવજો. હું પોતે આવીને બહુ આન